Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

શ્રી સોમનાથના સંસ્કૃત યુનિવર્સિટીમાં બારમા યુવક મહોત્સવનો પ્રારંભ

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૬ : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના બારમા યુવક મહોત્સવનો પ્રારંભ આજે યુનિવર્સિટી પરિસરમાં થશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિરૂપે બ્રહ્માનંદ વિદ્યાધામ, ચાપરડાના સંતશ્રી મુકતાનંદજી બાપુ ઉપસ્થિત રહી સૌને આશિર્વચનો આપશે. આ સમારોહમાં વિશિષ્ટ અતિથિરૂપે ડો. જતિન સોની, કુલપતિ , સ્વર્ણિમ ગુજરાત સ્પોટર્સ યુનિવર્સિટી, ગાંધીનગર તથા પ્રિ. ડો. હસિત મહેતા, ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર, અમદાવાદ ઉપસ્થિત રહેશે. શનિવારે સવારે ૯ કલાકેથી ૧૦:૩૦ દરમ્યાન સંસ્કૃત શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું. યુનિવર્સિટી પરિસરમાં આવેલ 'પ્રભાસજયોતિ' શૈક્ષણિક ભવને વિસર્જન થયું હતું.

આ યુવક મહોત્સવમાં ગુજરાતભરમાંથી યુનિવર્સિટી સંલગ્ન ૩૧ જેટલી કોલેજો-મહાવિદ્યાલયોએ ભાગ લીધેલ છે. કુલ સ્પર્ધકોની સંખ્યા પપપ જેટલી રહેશે, જેમાં ૧૮ જેટલી બહેનોએ આ યુવક મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ ગ્રહણ કરેલ છે. આ ટીમો સાથે ૪૦ જેટલા અધ્યાપકો/અધ્યાપિકાઓ ટીમ લીડર/ેપ્ટનરૂપે ઉપસ્થિત રહેશે. વેરાવળ નગરની જનતા, શ્રેષ્ઠીઓ અને પત્રકાર મિત્રોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા યુનિવર્સિટીના કા. કુલસચિવશ્રી પ્રો. મહેન્દ્રકુમાર દવેએ આમંત્રણ પાઠવ્યું છે. (૮.૧૩)

(12:16 pm IST)