Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

કાલે રીબડામાં ગોંડલ પોસ્ટલ કર્મચારી મંડળની મહાસભાઃ વિવિધ પ્રશ્નો ચર્ચાશે

ગોંડલ, તા.૬: આગામી તારીખ ૭ ને રવિવારે તાલુકાના રીબડા ગામે જગતસિંહ જાડેજાના ફાર્મ ખાતે ગોંડલ ડિવિઝનના પોસ્ટલ એમ્પ્લોયીઝના કર્મચારીઓની મિટિંગ મળનાર છે, જેમાં તમામ બીપીએમ, એબીપીએમ, ડાક સેવક તેમજ  ઁશ્ષ્ટફૂ, ગ્રુપ સી તેમજ પોસ્ટ મેન,  ૃદ્દણૂ ના તમામ યુનિયન પદાધિકારીઓ અને કાર્ય કરો હાજર રહેનાર છે.

પોસ્ટલ સેવામાં નવી સ્કીમો અમલ થઇ રહી છે, સ્ટાફ શોર્ટજ તેમજ અપૂરતા ઇન્ફ્રાસ્ટ્રકચર થી સ્ટાફ ખૂબ જ પરેશાન છે, ભરતીની પ્રક્રિયા બહારની એજન્સીને સોંપવાથી અસાધારણ વિલંબ થાય છે, પોસ્ટલ સેવા ૬ કંપની માં વિભાજીત થવા પામી છે, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટલ નું માળખું યથાવત જાળવી રાખવા યુનિયન મહામંડળ સક્રિય છે, પોસ્ટ ખાતાના ૩ જીડીએસ કર્મચારીને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે, નવા વેતન અમલ તારીખ ૧-૭-૨૦૧૮ થી કરી વિશ્વાસઘાત કરેલ છે, કમલેશચંદ્ર કમિટી ની તમામ હકારાત્મક ભલામણ પૂર્ણ થયેલ નથી.

ધરણા, ભૂખ હડતાલ, રેલી જેવા ધ્યાન આકર્ષક તેમજ આંદોલન દ્વારા લડત ચાલી રહી છે, જૂની પ્રથા લાગુ કરવી, વેરી ગુડ બેન્ચમાર્ક હટાવવું , વિગેરે પ્રશ્નોની વ્યાપક ચર્ચાઓ થશે, તેમજ તાકીદ અસરથી પોસ્ટલ સેવા ફરી મળી રહે તેવી ઉગ્ર રજૂઆત સાથે જાહેર સંસ્થા સેવા મંડળ આંદોલન કરશે.

આ મહાસભાના આયોજક તેમજ વ્યવસ્થાપક પૂર્વ તેમજ પ્રેસિડેન્ટ એસ.કે વૈષ્ણવ ટ્રેડ યુનિયન મૂવમેન્ટ શિક્ષિત કરશે, આર.ડી પુરોહિત સેક્રેટરી ગુજરાત તેમજ સરકારી ખાસ ઉપસ્થિત રહી ચાલતી ગતિવિધી માહિતગાર કરાવશે, ડીપી ડોડીયા, હરેશ સાટોડિયા, મહેશ રાજયગુરુ સહિતનાઓ મહા સભા માટે જહેમત ઉઠાવી રહ્યા.(૨૩.પ)

(12:12 pm IST)