Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા અને અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી સહિત કાર્યકરોની અટકાયત

અમરેલીઃ શહેર કોંગ્રેસ અને અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ,પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર ઞ્લ્વ્ ના કારણે તેના ભાવમાં વધાર્રોં ર્ંથવાથી પ્રજાજનો પર મોંઘવારીનો અસહ્ય બોજ વધી રહ્યો છે. અત્યંત અસંવેદનશીલ અર્નેં ર્ંસરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે. વધુમાં દેશમાં ગ્રામીણ અને શહેર્રીં ર્ંબેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ભાજપ સરકારનીઙ્ગ અવિચારી,વિવાદાસ્પદ અગ્નિપથ જેવી યોજના પણ બેરોજગાર યુવાનોર્નીં ર્ંઆકાંક્ષાઓને પણ નષ્ટ કરી રહી છે.ઙ્ગ હાલમાંઙ્ગ સંસદના ચાલુ સત્રમાંઙ્ગ સંસદઙ્ગ અને સંસદની બહાર પણ કોંગ્રેસ પક્ષ આ મુદ્દે આક્રમક વલણ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહી ર્છેં.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની સુચના અનુસાર આ બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્યક જીવન જરૃરી ચીજવસ્તુઓમાં ભીષણ મોંઘવારી અર્નેં ર્ંબેરોજગારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સરકાર સામે ઉગ્રઙ્ગઙ્ગ વિરોધ પ્રદર્શનનું અમરેલી શહેર રાજકમલ ચોક ખાતે આયોજન કરવામાં આવેલું જેમાં અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરી, હંસાબેન જોશી, લીલાબેન સતાસીયા, મીનાબેન સોડાગર, મોનિલ ગોંડલિયા, હિરેન ટીમણિયા, રમેશભાઈ ગોહિલ, વિપુલ પોકિયા, પ્રહલાદ સોલંકી, ટીકુંભાઈ વરુ, જગદીશભાઈ તલાવીયા, મહેશ સોમૈયા, નરેન્દ્રસિંહ ગોહિલ, વસરા સાહેબ, પ્રવીણ કમાણી, ડાયલાલ મહેતા, રાજુ સોલંકી, નિશિત પટેલ, રામભાઈ દવે, અલ્પેશ દુહેરા, નારાયણ મકવાણા, નરેશ અધ્યારૃ, કે કે વાળા, બીકે સોળીયા, સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો આવેગાવાનોએ વિરોધ પ્રદર્શન કરતા અટકાયત કરવામાં આવેલ હતી.(

(1:23 pm IST)