Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કચ્‍છ કોંગ્રેસનું મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનઃ મોંઘવારીની નનામી કાઢી ધરપકડ વહોરી

વ્‍યાપારીઓ અને લોકો ટેક્‍સની નાગચૂડમાં, સસ્‍તા દારૂ, મહેંગા તેલ : પહેલે લડે થે ગોરો સે અબ લડેંગે ચોરોં સે : સૂત્રોચાર સાથે કોંગ્રેસનો આક્રોશ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ : કેન્‍દ્ર તથા ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્‍યારથી પ્રજા પાયમાલ છે કચ્‍છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્‍દ્રસિંહ જાડેજા આક્રોશ પૂર્વક જણાવ્‍યું હતું કે ભાજપ સરકારે ઘણી આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ઘઉંનો લોટ, મધ, ગોળ તથા અનાજની પેકિંગ વસ્‍તુઓ પર અસહ્ય જીએસટીના કારણે ભાવવધારો થવાથી પ્રજાજનો પર મોંઘવારીનો બોજ વધી રહ્યો છે સરકાર અત્‍યંત અસવેદનશીલ અને સરમુખત્‍યારી તથા ભાજપ સરકારના અવિચારી અને પ્રજા વિરોધી નિર્ણયોથી મોંઘવારી ભીષણ સ્‍વરૂપે બહાર આવી રહી છે.

ઉપરાંત યુવાનોને રોજગારીના નામે ગુમરાહ કરી રહેલ છે તેના વિરોધમાં કચ્‍છ જિલ્લા મથક ભુજ મધ્‍યે રાષ્ટ્રવ્‍યાપી વિરોધ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના વિશાળ સંખ્‍યામાં કાર્યકરો, આગેવાનોએ મોંઘવારીની નનામી કઢી આヘર્યજનક કાર્યક્રમ યોજયો હતો. જેમાં ‘પહેલે લડે થે ગોરો સે અબ લડેંગે ચોરો સે',  યુવાવિરોધી યે સરકાર નહીં ચલેગી', ‘મોંઘવારી દૂર કરો નહિતર ખુરશી ખાલી કરો', ‘સસ્‍તો દારૂ મોંઘો તેલ ભાજપ તેરા કૈસા ખેલ' જેવા સૂત્રોચાર સાથે નનામી કાઢવા જતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને ઉગ્રᅠ ઝપાઝપિ દરમિયાન મહિલા કાર્યકરો ઘવાયા હતાજેથી પોલીસના આ બળ પ્રયોગને કોંગ્રેસ પક્ષે વખોડ્‍યો હતો.

આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ યજુવેન્‍દ્રસિંહ જાડેજા,કિશોરદાન ગઢવી, રાજેન્‍દ્રસિંહ જાડેજા,પી.સી.ગઢવી, રામદેવસિંહ જાડેજા, અરજણ ભુડીયા,કલ્‍પના જોશી, આશાબેન સોની, દીપક ડાંગર, પ્રવક્‍તા ગની કુંભાર, મુસ્‍તાક હિંગોરજા, પુષ્‍પાબેન સોલંકી,અમિત મહેતા, ધીરજ રૂપાણી, અંજલીબેન ગોર, ઇલિયાસ ઘાંચી, રસિકબા જાડેજા, આઈસુબેન સમા, મહેબૂબ પખેરીયા, હાસમ સમા,નરેશ ફુલીયા,એચ.એસ. આહીર, નીલય ગોસ્‍વામી,યોગેશ પોકાર, મીત જોશી,હિંમતસિંહ જાડેજા, હેમાંગ જોશી, રજાક ચાકી, અકીલ મેમણ , જુસબશા સૈયદ,વિશાલ ગઢવી, ધેર્યા , સહેજાદ સમા,ગોર,જીગરસિંહ જાડેજા,આદિત્‍ય ગઢવી, શક્‍તિસિંહ ચૌહાણ રાજુ સાઈ વી આગેવાનોએ ધરપકડ વ્‍હોરી હતી.

(10:50 am IST)