Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

પોરબંદર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ બદલ ત્રણ શખ્સો ને પાસામાં ઘકેલાય ત્રણ શખ્સો સામે વોરંટ બજાવતા જુદી-જુદી જેલમાં મોકલી દેવાયા

પોરબંદર : પોરબંદર જિલ્લામાં અવારનવાર અસામાજિક પ્રવૃત્તિ આચરતા ત્રણ શખ્સોને પાસા હેઠળ અટકાયત કરી ગુજરાતનું વિવિધ જેલોમાં મિકલી અપાયા છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌શ્રી ડો.રવિ મોહન સૈનીની સુચના અન્વયે પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ (સુધારણા) વટહુકમ ૨૦૨૦ મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવેલ હોય જે અનુસંધાને પોરબંદર શહેર નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા સાહેબ તથા LCB PI એન.એન.રબારી નાઓના માર્ગદર્શન હેઠળ (૧) ઉદ્યોગનગર પો.સ્ટે. ગુ.ર.ન. પાર્ટ “એ” ૦૩૬૮/૨૧ આઇ.પી.સી.કલમ ૩૦૭,૩૨૩, વિગેરે મુજબ્ના ગુન્હાના આરોપીઓ (૧) મયુર હરદશભાઇ ઓડેદરા ઉ.વ.૨૨ રહે.

આશાપુરા ચોક ઉ.નગર પોરબંદર (૨) રવિ કિશાભાઇ મુછાર ઉ.વ.૨૯, રહે, જ્યુબેલી, ગાયત્રીનગર, ખાપટ રોડ, પોરબંદર (૩) દેવન ઉર્ફે દેવન્દ્ર રાજુભાઇ રામાનંદી ઉ.વ.૨૬ રહે. ઉધોગનગર પોરબંદરવાળાઓ વિરૂધ્ધમા ઉદ્યોગનગર પો.સ્ટે.ના PSI વાય.પી.પટેલ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા આ સામાવાળાઓને પાસા હેઠળ સુરત, વડોદરા, અમદાવાદ જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા LCB-PSI એન.એમ.ગઢવી એ સામાવાળાઓને પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ સુરત, વડોદરા, અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.  કામગીરી કરનાર  પોરબંદર LCB PSI એન.એમ.ગઢવી, PSI વાય.પી.પટેલ તથા તેમની ટીમ વિ. રોકાયેલ હતા.

(8:59 pm IST)