Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કોડીનાર હાઇવે પર ઝાયકા હોટેલ પર દારૂના નશામાં ધૂત ૪ યુવકોએ વિપ્ર યુવકને મારમારી ગાડી તોડી મોબાઇલ અને ચાવી લૂંટી નાસી ગયા

કોડીનાર પોલીસે તાલુકાની હદ પાર કરે તે પૂર્વે યુવકોની ધરપકડ કરી

(અશોક પાઠક દ્વારા)કોડીનાર તા.૬: કોડીનાર ઉના હાઇવે પર આવેલ ઝાયકા હોટલ ખાતે આવેલ પાર્કિંગ માં ગત મોડી રાત્રીના ૪ યુવકો પોતાની કારમાં બેસી અને દારૂબિયરની મહેફિલ માણી રહ્યા હતા તે સમયે ડોળાસાથી કોડીનાર આવતા કોડીનાર સરદારનગરમાં રહેતા ૨ કર્મકાંડી બ્રાહ્મણ પુત્રો ચા અને ઠંડુ પીવા આ હોટેલ પર ગાડી રોકતા અને તે સમયે બાજુમાં ઉભી રહેલ ગાડી માં દારૂ ની મહેફિલ માણી રહેલ યુવકોને ખલેલ પડતા આ યુવકોને ગાડી અહીંથી દૂર પાર્ક કરવા અને બિભત્સ ગાળો આપવા લાગેલ વિપ્ર યુવક સાગર હજુ પોતાની ગાડી અન્ય જગ્યા પર પાર્ક કરે તે પૂર્વે આ દારૂના નશામાં ધૂત શખ્સો વધુ ગાળો આપી અને માર મારવા લાગેલ તે સમયે સાગર સાથે રહેલ અન્ય વિપ્ર યુવક બીકમાં હોટલ ની મુતરડીમાં છુપાઈ ગયો અને જોતજોતામાં આ શખ્સો સાગર પર તૂટી પડ્યા અને બાકી રહ્યું તેમ તેમની મારૂતિ અલ્ટો ગાડી પર પણ પોતાની તાકાતનું પ્રદર્શન કરી ગાડીનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો અને ગાડીની ચાવી સાગરનો મોબાઈલ સહિતની વસ્તું લૂંટી પોતાની ગાડીમાં કોડીનાર તરફ નાસી ગયા.

તે સમયે સાગર સાથે રહેલ મિત્ર એ ૧૦૮ અને પોલીસ ને જાણ કરી સાગરને કોડીનાર રા.ના.વાળા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડેલ તે સમય માં જ કોડીનાર પોલીસે સમય સુચકતા વાપરી ને ઝાયકા હોટેલ થી નાસી છુંટેલ આ દારૂડિયા યુવકોની ગાડી જી.જે.૩ એલ.જી ૫૧૧૯ને કોડીનાર બાયપાસ પર જ પકડી પાડી ગાડીમાં સવાર અલ્પેશ શંભુ મકવાણા,દીપ રમેશ ગજેરા,સિદ્ઘાર્થ કિશોર કાચા અને અજય કાળું સદાદીયા તમામ રે. ધોરાજી ની તાપસ કરતા આ ચારેય યુવકો દારૂના નશામાં ધૂત હોય અને તાલસી લેતા ગાડી માં થી સાગરનો મોબાઈલ અને અલ્ટો ગાડીની ચાવી મળી આવતા આ તેજ દારૂડિયા તોફાની યુવકોની ખાત્રી થતા પોલીસે ગાડીની વધુ તલાશી લેતા ગાડીમાંથી દારૂની બોટલ ૨ કિંમત રૂ.૫૫૦ બિયર ૨ કિંમત રૂ.૨૦૦ અને ગાડી કિંમત રૂ.૩૫૦૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોડીનાર પોલીસે હોટેલ પર થી લૂંટી ગયેલ સાગર પંડ્યાનો મોબાઈલ અને કારની ચાવી પરત કરી તેમનું નિવેદન લઇ આ આરોપી વિરુદ્ઘ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(12:02 pm IST)