Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

દુધરેજ પાલિકાએ મહિલાઓનો હલ્લાબોલ :થાળી વેલણ વગાડીને મચાવ્યો હોબાળો

રસ્તા સહીતની અસુવિધાઓ બાબતે રહીશો પરેશાન

સુરેન્દ્રનગર : દુધરેજ નગરપાલિકાના રહીશો દ્વારા રસ્તા સહીતની અસુવિધાઓ બાબતે થાળી વેલણ વગાડીને પાલિકામાં હોબાળો મચાવ્યો હતો

 સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 2 માં સ્થિત દિવ્યા સોસાયટી અને સંકલ્પ સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારો રોડની સુવિધાથી વંચિત રહેતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે  હાલ વરસાદની સીઝન હોય બાળકો વૃદ્ધો મહિલાઓ સહિત તમામ રહીશોને પારાવાર મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાબતે 40 વર્ષ જૂની સોસાયટી વિસ્તારમાં રોડ અને રસ્તાઓની અસુવિધા થતી હોઇ આ બાબતે સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો પણ કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા વોર્ડ નંબર 2ની મહિલાઓએ  થાળીઓ વગાડીને પાલિકામાં હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ પાલિકાના અધિકારીઓએ દોડી આવી સમજાવટથી મામલો થાળે પાડયો હતો અને આ અંગે યોગ્ય કરવા ખાત્રી આપતાં મહિલાઓ શાંત થઈ હતી.

(9:04 pm IST)