Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

વિરનગર પાસે ટેન્કરમાં છૂપાવેલ પ.૪૬ લાખનો દારૂ ઝડપાયો

આટકોટ તા. ૬ :.. વિરનગર પાસેથી આટકોટ પોલીસની ટીમે રૂ. પ.૪૬ લાખનો ટેન્કરમાં છૂપાવેલ દારૂ ઝડપી પાડયો હતો.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા  તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.એમ.જાડેજા સા.ગોંડલ વિભાગ ગોંડલ તથા સર્કલ પો.ઇન્સ શ્રી વી.આર.વાણીયા સા. જસદણ વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદિને સંપુર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના હતી. જે અંગે આટકોટ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ શ્રી કે.પી.મેતા સાહેબ તથા એ.એસ.આઈ રઘુભાઈ ભલગામડિયા પો.હેડ.કોન્સ રસિકભાઈ મેટાલિયા તથા પો.હેડ.કોન્સ લાલભાઈ મકવાણા તથા પો.કોન્સ અરવિદભાઈ દુમાદીયા તથા પો.કોન્સ નરેશભાઈ રાઠોડ તથા પો.કોન્સ હીરાભાઈ ખાભલા તથા પો.કોન્સ સંજયભાઈ પરમાર તથા દિનેશભાઇ બાવલિયા તથા પો.કોન્સ નરેન્દ્રભાઈ બાબરીયા એમ બધા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ જયદેવભાઈ ભાસલિયા તથા પો.હેડ.કોન્સ ગોપાલભાઈ ધાંધલ તથા પો.કોન્સ હિતેશભાઈ ડેરવાડિયાનાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે વિરનગર થી કનેસરા જતા રોડ પર ડુંગરની પાછળ ખરાબાની જગ્યામાં રાજકોટનો રહીશ દીપક મકવાણા જાતે કોળી રહે રાજકોટ વાળો દારૂ મગાવી કટિગ કરે છે.

તેવી બાતમી મળતા વિરનગરથી કનેશરા જતા રોડે હનુમાનજી મંદિર પાસે સામેથી રોડ ઉપર વિરનગર ગામ તરફ વાહનો આવતા જોવામાં આવેલ જે વાહનો અમો પોલિસ ને જોઈને પોતે વાહનો મેકી ભાગી ગયેલ અને મોટર સાયકલ ચાલક પોતે પોતાનું મો.સા પાછું વળી ભાગેલ અને આશરે એકાદ કિમી દૂર રોડની જમણી બાજુ પોતાનું મોટર સાયકલ મુકીને નાસી ગયેલ સ્કોર્પિયો ગાડી કાર નંબર G.J.1HD.9494  માંથી ઇંગ્લિશ દારૂની પેટીઓ નંગ ૩૫ તથા બોલેરો કાર નંબર G.j.10.AC.7985 માંથી ઇંગ્લિશ દારૂની પેટીઓ નંગ ૨૫ તથા વિરનગર તથા કનેસરા ગામની વચ્ચે વિરનગરના ગામના ખરાબામાંથી જુદી જુદી બ્રાડ ની ઇંગલિશ દારૂની પેટીઓ ૫૦ મળી આવેલ આમ કુલ ભારતીય બનાવટની ઇંગલિશ દારૂનીઙ્ગ બોટલો કુલ ૧૩૨૦/- ની કી રૂ.૫.૪૬.૦૦૦/- તથા વાહનો ની કુલ કી રૂ 8.30.000/- મળી ઇંગ્લિશ દારૂ સહિત કુલ મુદામાલ રૂ.13.76.000/- નો મળી આટકોટ પોલીસ સ્ટાફે ગુન્હો નોંધ્યો છે.

(4:27 pm IST)