Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ભાડલામાં નજીવી બાબતે ઈમરાનને માર મારી મહાવીર ખાચરે તમંચો કાઢયો

બાઈકની ચાવી ન આપતા હુમલોઃ ઈમરાને તમંચો ઝુંટવી લીધો

રાજકોટ, તા. ૬ :. જસદણના ભાડલામાં નજીવી બાબતે મુસ્લિમ યુવાનને માર મારી કાઠી શખ્સે તમંચો કાઢતા પોલીસમાં ફરીયાદ થઈ છે.પ્રાપ્ય વિગતો મુજબ ભાડલામાં સિંધી પ્લોટમાં રહેતા અને ખેતીકામ કરતા ઈમરાન કાદુભાઈ બ્લોચ (ઉ.વ. ૨૫)ને તે જ ગામમાં રહેતા મહાવીર ગભરૂભાઈ ખાચરે ઢીકાપાટુનો માર માર્યો હતો અને ઝપાઝપી કરી શર્ટના બટન તોડી નાખ્યા હતા તેમજ નેફામાંથી દેશી બનાવટનો તમંચો કાઢતા ઈમરાને ઝુંટવી લેતા મહાવીર ખાચર નાસી છૂટયો હતો.

આરોપી મહાવીર ખાચરે બાઈકની ચાવી માંગતા ઈમરાને ના પાડતા આ ડખ્ખો થયો હતો. આ અંગે ઈમરાનની ફરીયાદ પરથી ભાડલા પોલીસે મહાવીર ખાચર સામે ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ ભાડલાના પીએસઆઈ આર.પી. કોડીયાતર ચલાવી રહ્યા છે.

(3:53 pm IST)