Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

અન્ય સ્ત્રી સાથે પતિના આડા સંબંધથી રિસામણે પત્નીને મારી નાંખવાની કોશિષ

ખોરાસા-ગીરની પરિણિતાની પોલીસમાં ફરીયાદ

જુનાગઢ, તા. ૬ : જુનાગઢ જિલ્લાના ચોરવાડ પાસેના ખોરાસા ગીર-ગામની શિલ્પાબેન બચુભાઇ મકવાણા (ઉ.વ.રપ)ના લગ્ન રાણાવાવના સુરેશભાઇ સોલંકી સાથે થયેલ.

પરંતુ પતિ સુધીરને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોય જેના લીધે શિલ્પાને દુઃખ ત્રાસ આપી માર મારતા શિલ્પાબેન પોતાના પિયર ખોરાસા-ગીર ગામે આવતા રહેલ.

ગઇકાલે પતિ સુધીર સોલંકી ખોરાસા પહોંચ્યો હતો અને સસરા સાથે બોલાચાલી કરી ઘરમાં તોડફોડ મચાવી હતી.

તેમજ શિલ્પાબેનનું મોઢુ પકડી પતિ સુધીરે ઝેરી દવા પીવડાવીને મારી નાંખવાની કોશિષ કરી હતી.

આ અંગે પરિણિતાએ ફરીયાદ કરતા ચોરવાડ પોલીસે તેણીના પતિ વિરૂદ્ધ હતયાની કોશિષનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ એલ.એ. ભરગા ચલાવી રહ્યા છે. 

(3:29 pm IST)