Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જસદણના જુના પીપળીયા શ્રી કેશવ શૈક્ષણિક સંકુલમાં ટીચર ટ્રેનિંગ

જસદણ તાલુકાની શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર સ્થાન ધરાવતી શ્રી કેશવ શૈક્ષણિક સંકુંલ- જુના પીપળીયામાં બ્રેઇન સર્વે પ્રા.લી. દ્વારા શિક્ષક સજ્જતા તાલીમ યોજવામાં આવેલ. જેમાં સોૈરાષ્ટ્ર ગુજરાતના પ્રખ્યાત ટ્રેનર ડો. વિનોદભાઇ દેસાઇ દ્વારા તાલીમ આપવામાં આવેલ. જેમાં ડો. વિનોદભાઇ દેસાઇ દ્વારા આજના આધુનિક યુગમાં શૈ્ક્ષણિક બાબતમાં શિક્ષકને ઉદભવતા પ્રશ્નોનું માર્ગદર્શન અને કેવી રીતે કલાસ કંટ્રોલ અને નબળા વિદ્યાર્થીઓને મોટીવેશ આપી તેમનો અભ્યાસ પ્રત્યે ઉત્સાહ-ઉમંગ વધારી સારૂ પરિણામ આવી શકે તેની ઘણી ટ્રિપ્સ આપવામાં આવેલ. આ સાથે શિક્ષકને મુંજવતા પ્રશ્નોનું સોલ્યુશન પણ ડો. વિનોદભાઇ દેસાઇ સાહેબ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમનું આયોજન શ્રી કેશવ શૈક્ષણિક સંકુલના ડાયરેકટર શ્રી મહેશભાઇ લીંબાસીયા તેમજ પ્રમુખશ્રી ભાવેશભાઇ છાયાણી તેમજ ટ્રસ્ટીશ્રી નવનીતભાઇ સોજીત્રા, સંજયભાઇ હરખાણી, વૈશાલીબેન છાયાણી એ કરેલ. આ કાર્યક્રમમાં ૧૦૦ થી પણ વધારે શિક્ષકોએ ટ્રેનિંગનો લાભ લીધેલ. સંચાલન રવિભાઇ જાજલ અને પ્રકાશ પ્રજાપતિએ કર્યુ હતું.  (તસ્વીર ધર્મેશ કલ્યાણી (જસદણ)

(2:02 pm IST)