Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

દુનિયા માટે નીકળતા આંસુ ખારા હોય, જ્યારે ઠાકુરજી માટે નીકળતા આંસુ મીઠા હોય છેઃ કૃષ્ણાદેવી

પૂ.મોરારીબાપુની નિશ્રામાં મહુવામાં ''તુલસી સંગોષ્ઠી'' કાર્યક્રમનો ચોથો દિવસ

ભાવનગર-કુંઢેલી તા.૬ : મહુવા શહેર ખાતે માલણ નદિ તટે આવેલા કૈલાસ ગુરૂકુળ ખાતે પૂ. મોરારિબાપુની નિશ્રામાં તુલસી જન્મોત્સવની ઉજવણી નિમિત્તે યોજાયેલી ''તુલસી સંગોષ્ઠિ''ના આજના ત્રીજા દિવસે પણ ઉતર ભારતિય વિદ્વાન વકતાઓએ તુલસીદાસજીના સમગ્ર સાહિત્ય ઉપર પ્રકાશ પાડયો હતો. અહીંના વાતાનુકુલિત જગતગુરૂ, આદિશંકરાચાર્ય સંવાદગૃહમાં વિદ્વાનો પ્રવચનો આપી રહ્યા છે. જેનો ઉપસ્થિત શ્રોતાજનો લાભ લઇ રહ્યા છે. સવારના ભાગે યોજાયેલી બેઠકમાં સુશ્રી કૃષ્ણાદેવીએ સીતા-રામના પ્રથમ મિલનના પ્રસંગનું વર્ણન રજુ કર્યું હતું અને જણાવ્યું હતું કે દુનિયા માટે નીકળતા આંસુ ખારા હોય, જયારે ઠજી માટે નીકળતા આંસુ મીઠા હોય છે...! તેમજ સંગોષ્ઠિીના સંકલનકાર રામકૃષ્ણ ત્રિપાઠીજીએ તથા શાસ્ત્રી સુનિતાજી, મનમોહન શરણજી, દિનેશ ત્રીપાઠીજી, વિદ્યાસાગરજી, નરોતમદાસજી, રામકૃષ્ણદાસજી, પંડિત ઉમેશજીએ તુલસીદાસજી અને રામકથાના વિવિધ બિંદુઓ દર્શીત કર્યા હતા.

બપોર પછીની સંગોષ્ઠિમાં આઠેક જેટલા વિદ્વાન વકતાઓએ રસમધુર રજુઆત અને સંગીતની વિવિધ શૈલી સાથે ગાયન કરીને સૌને આનંદિત કર્યા હતા. પાંચ દિવસીય આ જન્મોત્સવમાં સૌ કથાકારો, વિદ્વાનો, અભ્યાસુઓ પોતાના વિચારો રજુ કરી રહ્યા છે. અહી તુલસી જયંતિનું આ સતત અગીયારમું  વર્ષ છ.ે

તમામ સંગોષ્ઠિના સંકલન-સંચાલનમાં રહેલા હરિશ્ચંદ્ર જોશી સત્રનું બખૂબી સંચાલન સંભાળી રહ્યા છે. આજે અહીં પત્રકાર સ્વર્ગસ્થ કાંતિભાઇ ભટ્ટને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

આજે આ સંગોષ્ઠીનો ચોથો દિવસ છે.

(1:34 pm IST)