Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જામનગરના હાપામાં જુગાર રમતા ૭ શખ્સો ૧.૬૦ લાખના મુદામાલ સાથે ઝડપાયા

જામનગર તા ૬  :  જીલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંઘલ નાઓની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી આર.એ.ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રો. જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

એલ.સી.બી.ના નિર્મળસિંહ બી. જાડેજા, ફીરોજ દલ, તથા શરદભાઇ પરમારને મળેલ બાતમી હકિકત આધારે હાપામાં યોગેશ્વરધામ સોસાયટીમાં કુમાર આરમુગમ મદ્રાસી ના રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડામાંથી નીચે લખ્યા નામ વાળા આરોપીઓના કબજામાંથી રોકડ રૂા ૪૦૧૩૦/- તથા ગંજીતપાના પાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ તથા ચાર મો.સા. કિ.રૂ.૧,૨૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૬૦,૧૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધ પો.હેડ કોન્સ. નિર્મળસિંહ બી. જાડેજાની ફરીયાદ આધારે પો.સ.ઇ. શ્રી કે.કે. ગોહિલે ધરપકડ કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(૧) કુમાર આરમુગમ મદ્રાશી, રહે.હાપા, યોગેશ્વરધામ સોસાયટી, તા.જી. જામનગર, (ર) રાહુલભાઇ રાજેદ્રભાઇ મદ્રાશી, રહે. રામેશ્વરનગર, વિનાયક પાર્ક, જામનગર, (૩) કનકરાજ કામરાજ મદ્રાશી, રહે. જુના રેલ્વે સ્ટેશન, વેલનગર, જામનગર, (૪) જગદીશભાઇ આરમુગમભાઇ મદ્રાશી, રહે. ગુરૂદ્વારા પાસે, જલારામનગર, જામનગર, (પ) અબાસભાઇ નુરમામદ સમા, રહે. જલારામનગર, તાલુકા પંચાયતની બાજુમાં, જામનગર, (૬) જયદિપસિંહ નીરૂભા જાડેજા, રહે. રામેશ્વરનગર, માટેલ ચોક, જામનગર, (૭)જનકરાજ કામરાજ મદ્રાશી, રહે. જુના રેલ્વે સ્ટેશન પાસે, વેલનગર, જામનગરઆ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ. ડોડીયાની સુચનાથી પો.સ.ઇ. કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા, તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફોરજભાઇ દલ, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, મિતેશભાઇ પટેલ, અજયસિંહ ઝાલા, અશોકભાઇ સોલંકી, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લક્ષ્મણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા, તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:32 pm IST)