Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જામનગરના વસઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ એવોર્ડ

નેશનલ લેવલે સર્વોચ્ચ ગુણાંક પ્રાપ્ત કરીને એનકયુએએસ એવોર્ડ મેળવ્યો

જામનગર તા.૬: ભારત સરકારના આરોગ્ય  અને પરીવાર કલ્યાણ મંત્રાલયના NHSRC દ્વારા NQAS  ધારા ધોરણ મુજબ ઉચ્ચકક્ષાનું રાષ્ટ્રીય લેવલનુ બહુમાન જામનગર જીલ્લાના વસઇ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રને આજરોજ મળેલ છે. જે NQAS એસેસ્મેન્ટમાં અત્યાર સુધીમા સૌથી વધારે ગુણ મેળવનાર પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર બન્યુ છે. NQAS સર્ટીફીકેટ મેળવનાર ગુજરાત રાજ્યનુ ફકત ચોથું અને સમગ્ર રાજકોટ ઝોન અને જામનગર જીલ્લાનુ જામવંથલી બાદ બીજા આરોગ્ય કેન્દ્ર તરીકે સન્માનીત થયેલ છે. જે જામનગર જીલ્લા માટે એક સીધ્ધી સમાન છે. ગુજરાત રાજ્યમા NQAS સટીર્ફીકેટ મેળવનાર ગુજરાત રાજ્યના ૪ પ્રા.આર.કે.માંથી ૨ પ્રા.આ.કે. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના છે જે એક ખાસ સીધ્ધી કહી શકાય.

આ એવોર્ડ મેળવવા રાજ્ય લેવલનું NQAS પ્રમાણપત્ર મેળવવું ફરજીયાત હોઇ છે. ત્યારબાદ ભારત સરકારમાંથી નિમણુંક પામેલ તજજ્ઞ દ્વારા બહુ જ વિગતવાર બે દીવસ માટે તા.૧૦ તથા ૧૧ જુન ના રોજ ચેન્નાઇ થી ડો.ભારથી વેંકટેશન અને દીલ્લી થી ડો.મેહતાબ સીંગ દ્વારા મુલ્યાંકન કરી તેનો રીપોર્ટ ભારત સરકારમાં રજુ કરેલ અને તેમાં ૯૪.૨૦ ટકા સ્કોર મેળવી વસઇ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રને નેશનલ લેવલ NQAS પ્રમાણપત્ર તથા એવોર્ડ મળેલ છે.

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધીકારી કીરીટ જાની અને પ્રશસ્તી પરીક તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો.બથવાર અધીક જીલ્લા આરોગ્ય અધીકારી ડો.પટેલ તેમજ જીલ્લા કવોલીટી મેડીકલ ઓફીસર ડો.એસ.એચ.ધમસાણીયા તેમજ જામનગર તાલુકા હેલ્થ ઓફીસર ડો.રાજેશ ગુપ્તા દ્વારા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર વસઇની સમગ્ર ટીમ તથા મેડીકલ ઓફીસ ડો.અજય વકાતરને અભીનંદન પાઠવેલ છે. તેમજ ભવિષ્યમા વધુને વધુ સફળતાના શિકરો સર કરી જામનગર જીલ્લાનું ગૌરવ વધારે એવી શુભેચ્છા પાઠવેલ છે. તેમજ વસઇ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રને છેલ્લા ચાર વર્ષથી સતત સ્વચ્છતાનો કાયાકલ્ય એવોર્ડ પણ મળેલ છે.

(1:31 pm IST)