Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

પોરબંદરનો આજે નામકરણ દિનઃ ૧૦૩૦ વર્ષ પહેલા અસ્માવતી ઘાટથી દરિયાઇ જળ વ્યવહાર શરૂ થયેલ

પોરબંદર તા. ૦૬ : આજ વિક્રમ સવંત ૨૦૭૫ શ્રાવણ  સુદ ૬ઠ્ઠ તા.૬ના રોજ મંગળવાર પોરબંદર નામકરણદિન પુર્ણ કરી ૧૦૩૦માં વર્ષમાં ઈસવીશન પ્રમાણે મંગલ પ્રવેશ કરેલ છે. વિક્રમ સવંત મુજબ પોરબંદર નામકરણ અને અસ્માવતી (નદી) ખાડી કાંઠે શ્રાવણ સુદ ૧૫ વિક્રમ સવંત ૧૦૪૬ રક્ષાબંધનના દિને સવારે ૯-૧૫ વાગે તા.૬-૮-૯૯૦ના દિને કરવામાં આવેલ અને સર્વપ્રથમ દરિયાઇ જળવહેવારથી વિશ્વ સાથે વ્યાપારથી જોડાયેલ છે.

ગુજરાત ભરનુ જળવહેવાર સાથે વહાણવટુ દરિયાઇ ેપાર અતિ પ્રાચિન પુરાણો છે. અને વિકાસની જીવાદોરી દરિયાઇ જળવહેવાર મુખ્ય ગણાય છે. તેનો ઉલ્લેખ  મળે છે. પોરબંદરના રાજ્યના સત્તાવાર મુખપત્રમાં પણ ઉલ્લેખ છે. સત્તાવાર ભારતીય સંસ્કૃતી મુજબ શ્રાવણ સુદ ૧૫નુ સુવિશેષ છે.

આજથી ઓગણત્રીસ વર્ષ પહેલા પોરબંદર પાલીકા પૂર્વ પ્રમુખ સ્વ. રમેશભાઇ હિંગલાજીયા, સ્વ. રાજબારોટ બાબુભાઇ ઈતિહાસ નરોતમભાઇ  પઠાણ અકિલા સ્નિીયર - પીઢ પત્રકાર હેમેન્દ્રકુમાર પારેખ, નગર પાલિકાના પુર્વ કાર્યવાહક યુવા પ્રમુખ સ્વ. ગોવિંદભાઇ તોરણીયા, નગરપાલીકાના પૂર્વ વિ. પ્રમુખ  સ્વ. હેમેન્દ્ર હાથી, બેંક કર્મી  પ્રભુદાસ ગોકાણી વિગેરે રાજબારોટ સ્વ. બાબુભાઇ બારોટ તથા પોરબંદરના ઈતિહાસકાર જાણકાર સ્વ. મોહનપુરી પાસેથી મળેલ માહિતી આધારે પોરબંદર  સહસ્ત્રાબ્દી ઉજવણી કરવા સ્વ. રમેશભાઇ હિંગાલજીયાના  નિવાસ સ્થાને વર્તમાન પોરબંદર રાજ્યના યુવરાજ હરેન્દ્રસિંહ જેઠવા સેક્રેટરી તથા એથ્લેટીકસ  વજુભાઇ પરમાર મળ્યા  વ્યવસ્થિત ચકાસણી કરવામાં પ્રથમગન માન્ય રહી શકે તેવા ઉજવણી માટે આધાર ભુત પુરાવા સાથે પુષ્ટિ માર્ગ વૈષ્ણવ  સંપ્રદાયના ધર્મચાર્ય પૂ.૧૦૮ નિ.ગો. વિશેષ  પોરબંદર સહસ્ત્રાશતાબ્દી ઉત્સવ નિમિતે માહિતી  મેળવી અને તેઓશ્રીના અધ્યક્ષ પદ સમિતિની રચના કરવામાં સમિતિમાં પોરબંદરતળપદ  તળપદ ના વતની દરિયાઇ   ખેડુ પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિનો  પૂર્ણ સહકાર અને સહયોગ મળ્યો અને તેમની  આગેવાની નીચે  પોરબંદર સહસ્ત્રશતાબ્દી નામકલા દીનની ઉજવણી વિક્રમ સવંત ૨૦૪૬ શ્રાવણ સુદ ૧૫ તા. ૬-૮-૧૯૯૦ પોરબંદરના અસ્માવતી નદી (ખાડી) સંગમ સ્થાને રાત્રીના ૯-૧૫ વાગે પોરબંદરના શહેરીજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી નિ.ગો. પૂજ્ય ૧૦૮ શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં  શહેર વિદ્વાન ભુદેવો  આર્શીવચન - શાસ્ત્રોકત મંત્રોચ્ચાર  સાથે વિધિવત  પુજન બારા  ૫૨ કરવામાં આવેલ. જોકે બારા પુજન પરંપરાગત પ્રાચીન જયરથી પોરબંદર નામકરણ દિને અને  દર શ્રાવણી ૧૫ પૂનમાના કરવામાં આવે છે. જ્યાં સુધી રાજા પોરબંદરની ગાદી પર બિરાજમાન હતા ત્યાં સુધી રાજવી પોતે સાંજના સમયે શહેરીજનો અને નગર શ્રેષ્ઠીની હાજરીમાં ભુદેવોના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર  સાથે બારા પુજન - સમુદ્ર પુજન કરતા

સને ૧૯૪૭ના  ઓગષ્ટ માસની ૧૫ પંદર તારીખે ભારત સ્વતંત્ર થયુ  અને દેશી રજવાડાનુ વિલનીકરણ  થતા અલગ સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા સૌરાષ્ટ્ર  સરકાર વતી પ્રાંત - અધિકારી અથવા મામલતદાર શ્રી દર શ્રાવણ પૂનમે બારા પુજન કરતા. સને ૧૯૫૯ થી સૌરાષ્ટ્ર રાજા બ્રુહદ મુંબઇ રાજ્યમાં વિલન કરતા થતા પોરબંદરના શ્રેષ્ઠી  નગરજનો તાજાવાલા ગ્રુપ સાગર ખેડુઓએ  સમસ્ત પોરબંદર બારગામ ખારવા જ્ઞાતિએ આ પરંપરા જાળવી રાખ્યા છે. પરંતુ મર્યાદિત ને હાલ સ્વાધ્યાય પરિવાર દ્વારા બારા પૂજન કરવામાં આવે છે. ત્યાર બાદ નવી સીઝનની શરૂઆત થાય છે. ચાલુ સાલે વિક્રમ સવંત ૨૦૭૫ના શ્રાવણ સુદના  ૧૫ તા. ૧૫-૮-૨૦૧૯ રક્ષાબંધન , રાષ્ટ્રીય મહાપર્વ ૭૩ માં પ્રજાસતાક દિન  તેમજ પોરબંદર ૧૦૩૦ નામકરણ  દિન વિક્રમ સંવત  પ્રમાણે  એકી સાથે ત્રિઉત્સવ સાથે ગુરૂવાર દીને  પોરબંદર જીલ્લા - શહેરમાં ઉજવણી માટે પ્રથમ અદભુત પ્રસંગ ઉભો થયેલ છે.

(1:30 pm IST)