Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

વીરપુર જલારામધામના યુવાન યોગેશ ભારાણીએ એકટીંગક્ષેત્રે ટેલીફિલ્મમાં કલાના ઓજસ પાથર્યા

ગઇકાલે કલર્સ ચેનલમાં ટેલીફિલ્મ 'રામ સિયા કે લવ-કુશ' સિરિયલમાં અભિનય કર્યો

તા.૬: સુપ્રસિદ્ઘ યાત્રાધામ વીરપુર જલારામ આમ તો પૂજય જલારામબાપાના નામથી જગવિખ્યાત છે પણ ત્યાંના યુવાનોમાં પણ કારકિર્દીમાં કંઈક કરવાનો એક અલગ જોસ છે.

વીરપુર ગામના યોગેશ ભારાણી નામના યુવાન જે એકટીંગ તેમજ ડાન્સ ક્ષેત્રમાંઙ્ગ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે,વીરપુર ગામના સામાન્ય કુટુંબમાં તારીખ ૬/૮/૧૯૯૫ ના રોજ જન્મેલા યોગેશ ભારાણીને બાળપણથી જ ડાન્સ, એકટીંગસ કરવાનો શોખ હતો, યોગેશ બાળપણમાં સ્કૂલમાં નાટકો માં તેમજ નવરાત્રિમાં થતી ગરબાઓમાં કોઈના કોઈ એકટીંગ તેમજ ડાન્સ કરતા તથા પોતાના મિત્રોને મનોરંજન માટે પણ યોગેશ ડાન્સ કરતા તેમાંથી તેમને કોમેડી એકટીંગ કરવાનો શોક હોવાથી તેમને પોતાના મિત્ર દર્શન ગઢિયાએ પ્રેરણા આપી અને યોગેશે સૌ પ્રથમ યુટ્યુબ ચેનલમાં કોમેડી વીડિયોથી શરૂઆત કરી હતી.

કોમેડી વીડિયો થકી યોગેશ યુટ્યુબ ચેનલમાં કોમેડિયન કિંગ ધવલ ડોમડિયા તેમજ રિદ્ઘિ પટેલ સાથે ૪૦ જેટલા કોમેડી વીડિયોમાં કામ કર્યું પછી પોતેજ યૂટ્યૂબમાં ગુજ્જુ ગોલમાલ ટુ નામની ચેનલ બનાવી પોતાના કોમેડી વીડિયો તેમજ લવ સોંગ્સ પર ડાન્સના વીડિયો અપલોડ કરી એકટીંગ ક્ષેત્રમાં આગળ વધી યોગેશ વીરપુરમાં એક ગુજરાતી મુવીના શૂટિંગમાં પણ એકટીંગ કરી હતી તેમાંથી યોગેશને સોશિયલ મીડિયા થકી એક કોન્ટેક થયો અને એ કોન્ટેકટ થકી યાત્રાધામ વીરપુરનો યુવાન યોગેશ ભારાણીને બોબ્બેના ટેલિફિલ્મસમાં એકટીંગ કરવાની તક મળી અને કલર્સ ટીવી ચેનલમાં તારીખ ૫ ઓગસ્ટના દિવસે રિલીઝ થનારી હિન્દી ટેલિફિલ્મ 'રામ સિયા કે લવ કુશ' નામની સિરિયલમાં રોલપ્લે કરવાની તક મળી અને સ્ટાર ભારત ચેનલમાં આવતી 'રાધે ક્રિષ્ના' હિન્દી સિરીઝમાં પણ કૃષ્ણ ના સખા તરીકેનો રોલ કર્યો હતો આમ વીરપુરના યોગેશ ભારાણીએ એકટીંગ ક્ષેત્રમાં અનેરી કારકિર્દી બનાવી પોતાના પરિવારનું તેમજ સોરઠીયા રાજપૂત સમાજનું તથા વીરપુર ગામનું ગૌરવ વધારેલ છે.

(1:29 pm IST)