Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જૂનાગઢ સ્વામિનારાયણ સુર્વણ મુખ્ય મંદિરે ભગવાન સ્વામિનારાયણના હસ્તે પ્રતિષ્ઠિત થયેલ સિધ્ધેશ્વર મહાદેવ આજે પણ ભકતોની મનોકામના પુર્ણ કરે છે

વૈષ્ણવી પંરાપરાથી થતી પુજા અર્ચના અભિષેક અન્નકૂટ પાંચ વાર મહાઆરતીઃ કોઠારી પ્રેમસ્વરૂપ દાસજીના સાનિધ્યમાં વિવિધ દર્શન મહાપુજા શૃંગાર

જુનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણના હસ્તે સિધ્ધેશ્વર મહાદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલ ઉપરોકત તસ્વીરમાં સ્વામિનારાયણ મંદિર અને શૃંગાર સાથે દર્શનીય સ્વામીનારાયણ ભગવાન તેમજ સ્વામિનારાયણને હસ્તે પ્રતિષ્ઠીત કરવામાં આવેલ સિધ્ધેશ્વર મહાદેવ અને પાર્વતી માતાજીની મૂર્તિ અને મંદિરના કોઠારી શ્રી પ્રેમસ્વરૂપ દાસજી નજરે પડે છે. (તસ્વીર મુશેક વાઘેલા જુનાગઢ)

જુનાગઢ તા.૬: જુનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ સુર્વણ મુખ્ય મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે સિધ્ધેશ્વર મહાદેવની આરસની ચમત્કારીક મુર્તિ પધરાવી પ્રતિષ્ઠા કરવામાં આવેલ.

મંદિરના કોઠારી મહંત શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજીએ અકિલાને વિગતો આપતા જણાવ્યુ હતુ કે સવંત ૧૮૮૪ ફાગણવદી રના દિવસે જુનાગઢમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે પાર્વતી ગણપતિ નદિશ્વર સહગંગાઘર ચંદ્રમૌલીશ્વર ભુષણ સિધ્ધેશ્વર મહાદેવની આરસની ચમ્તકારીક મુર્તિ પધારવી છે આ ભારત વર્ષમાં અનેકનાના મોટા મંદિરો અને દેવીદેવતાઓની પ્રતિષ્ઠાઓ હશે પણ ભારત વર્ષનુ એકજ એવુ મંદિર છે કે જેમની પ્રતિષ્ઠા ખુદ ભગવાન સ્વામિનારાયણે કરી છે.

આ યુગનો માનવી કંઇને કંઇ આધિ વ્યાધિ અને ઉપાધિમાં પીડાતો રહેલો છે આવી પરિસ્થિતીમાં જોમાણસને સમાધાન ન મળેતો તે કંઇક ચિંતાજનક પગલુ ભરતો હોય છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે ભકતોને ત્રિવીધભાય નિવારવા સાત્વિક શ્રધ્ધા પ્રસ્થાપિત કરી અને સિધ્ધેશ્વર મહાદેવજીને છાતી પર હાથ રાખીને પ્રતિષ્ઠા વખતે એવો પવિત્ર સંકલ્પ કર્યો કે તમારૂ નામ અમેસિધ્ધેશ્વર મહાદેવજી રાખીએ છીએ તમો અમારા બધા ભકતોની મનોકામના સિધ્ધ કરજો પુ.પ્રેમસ્વરૂપદાસજીએ વધુમાં જણાવ્યુ હતુ કે વિશ્વભરમાં જેટલા પ્રતિષ્ઠીત દેવો છે જેવા કે તીરૂપતિ બાલાજી છે ભગવાન જગન્નાથજી,દ્વારકાધીશ છે ત્યાં આપણી શ્રધ્ધા છે ત્યારે ખુદભગવા ન પધારેેલ.  મૂર્તિ કેટલી પ્રતાપી હોય જેના પ્રત્યે અસંખ્ય શ્રધ્ધાળુ ઓનીશ્રધ્ધા અત્રે ફળી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે સમગ્ર વિશ્વમાં આ એકજ સિધ્ધેશ્વર મહાદેવજી છે તેમની વૈષ્ણવી પંરપંરા થી પુજા અર્ચના અભિષેક અન્નકુટ પાંચવાર આરતી વગેરે થતા હોય દર શ્રાવણમાસમાં અહી લાખોની સંખ્યામાં બિલ્વપત્રે ચડાવે છે વૈશાખ મહિનામાં ચાર સોમવારે બહુજ વિધી પૂર્વક શોડષોપચાર પુજન અર્ચન અભીષેક કરવામાં આવે છે.મહાશિવરાત્રીના દિવસે રૂદ્રા ભિષેક પૂર્વક મહાપુજન થાય છે.

ભગવાન સ્વામિનારાયણે સિધ્ધેશ્વર મહાદેવજીની સ્થાપના કરીને ગુજરાતને ઐતિહાસિક નવીન આદર્શ શિવપુજનનો રાહ ચિંધેલ છે.

આજે હજારો ભકતોની મનોકામના સિધ્ધ થઇ રહી છે નિસંતાન હોય એને મહાદેવજી સંતાન આપે છે અહી એવી પરંપરા છે જને દિકરાદિકરીની ખોટ હોય તે મહાદેવજીને નિર્મળ હૃદયેે પ્રાર્થના કરવાથી સંતાન પ્રાપ્તીથયે એ બાળકને સાકર અથવા ગોળથી વજન ભારો ભાર જોખી માનતા પુરી કરે છે. ઘણાના દિર્ધ રોગ દાદાના સકલ્પથી જાય છે આવા પ્રતાપી સિધ્ધેશ્વર મહાદેવજી દેશવિદેશના હજારો હરિભકતોની શ્રધ્ધાનુ કેન્દ્ર છે.

હાલ શ્રાવણ માસમાં સ્વામિનારાયણ મંદિર ખાતે વહેલી સવારે સ્થાપીતદેવોનુ આરતી પુજન તેમજ મહાદેવનો અભિષેક ભગવાન સ્વામિનારાયણ હિડોળાના દર્શનો અસંખ્ય ભાવિકો લાભ લઇ રહ્યા છે દરમ્યાન ભાવિકોને કોઇપ્રકારની અગવડતા ન પડે તે માટે મંદિરના કોઠારીના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયુ છે.

(1:28 pm IST)