Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

સ્તનપાન સપ્તાહ અંતર્ગત જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાતે મ્યુ.ફાઇનાન્સબોર્ડના ચેરમેન

જૂનાગઢઃ રાજયમાં બાળમરણ રેશિયો ઘટાડવા તથા નવજાત શિશુ અને માતાઓની કાળજી માટે સરકાર પ્રયત્નશીલ છે. જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે તા ૧ ઓગસ્ટ થી તા. ૭ ઓગસ્ટ સુધી સ્તનપાન સપ્તાહ યોજાશે.  જે અન્વયે આજ રોજ  જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ લીધી હતી. આ તકે ધનસુખભાઈ ભંડેરીએ નવજાત શીશુ અને માતાની આરોગ્યની જાણકારી ડોકટર્સ પાસેથી મેળવી હતી. ધનસુખભાઈ ભંડેરીને રાજયના આરોગ્ય વિભાગના ડિરેકટરશ્રી ડો.સુખાનંદી એ સીવિલ હોસ્પિટલમાં કાંગારૂકેર તથા સ્તનપાન સપ્તાહની જાણકારી આપી હતી.શ્રી ધનસુખભાઈ એ માતાઓને પોષણ કીટ, બાળકો માટેની કીટ આપી તેમની તબિયતની પૃચ્છા કરી હતી.

(1:26 pm IST)