Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જુનાગઢ જિલ્લાની શાળાઓના આચાર્યઓની મીટીંગ યોજાઇઃ ઓનલાઇન હાજરી સહિતના મુદે ચર્ચા

જુનાગઢ : ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા નિશ્ચિત થયેલ યોજના મુજબના શાળા વનીકરણ કાર્યક્રમ, શાળાઓના  વિદ્યાર્થીઓ, શિક્ષકોની ઓનલાઇન હાજરી તથા ખેલમહાકુંભના રજીસ્ટ્રેશન અંગે જિલ્લાના લક્ષ્યાંકને પાર પાડવા માટે આયોજન અને સમજ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના સંયુકત ઉપક્રમે બિનઅનુદાનીત (સેલ્ફ ફાયનાન્સ) શાળાઓના આચાર્યઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવેલ. જે અન્વયે કેશોદ, માંગરોળ, માળીયા અને મેંદરડા તાલુકા માટે કેશોદ ખાતે કે. એ. વણપરીયા શાળામાં અને જુનાગઢ, ભેંસાણ, વંથલી, વિસાવદર, માણાવદર તાલુકાઓ માટે શ્રી સ્વામી નારાયણ જ્ઞાનબાગ ગુરૂકુળ ખાતે બિનઅનુદાનિત (સેલ્ફ ફાયનાન્સ) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના આચાર્યઓ સાથે બેઠક કરવામાં આવી. તેમજ બન્ને યજમાન શાળા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને વૃક્ષના છોડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. જે કાર્યક્રમને અંતે તેમનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ વર્કશોપમાં શિક્ષકોની તથા વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી તેમજ શાળા વનીકરણ કાર્યક્રમ અંતર્ગત 'એક બાળ એક ઝાડ' વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી એમ. આઇ. એસ. કો. ઓ. દ્વારા વિસ્તૃત સમજ આપી. જુનાગઢ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. એ. પટેલ દ્વારા બિનઅનુદાનિત શાળાઓના આચાર્યઓને જુનાગઢ જિલ્લાને શાળા વનીકરણમાં અપાયેલ વૃક્ષો વાવવા માટેના લક્ષ્યાંક તેમજ શાળા સલામતી બાબતે માહિતી આપવામાં આવી.

(1:26 pm IST)