Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જૂનાગઢ ઈજનેરી કોલેજ ખાતે યોજાયો વોકેશ્નલ ટ્રેઇનીંગ ઇન્ટરનેટ ઓફ થીંંકસ ફોર એગ્રીકલ્ચર ડોમેઇન

જૂનાગઢ : ઇન્ટરનેટએ કોમ્પ્યુટર્સ વચ્ચેનું નેટવર્ક છે, જેમાં વપરાશકાર વિવિધ ચેનલથી માહિતીની આપ-લે છે.જે કોમ્પ્યુટરનું ઇન્ટરનેટ સાથે જોડાણ થાય તે ઉપલબ્ધ સર્વર તેમજ અન્ય કોમ્પ્યુટરમાંથી માહિતી સ્થાનિક (જોડાયેલ) કોમ્પ્યુટરની મેમરીમાં લઇ શકે છે. આ જ કનેકશનથી તે કોમ્પ્યુટર નેટવર્કના સર્વરને માહિતી પહોંચાડી શકે છે. આ માહિતી અન્ય જોડાયેલા કોમ્પ્યુટર્સ સુધી પહોંચી શકે છે. ઇન્ટરનેટમાં જે માહિતી મળતી હોય છે તેમાંની મોટાભાગની માહિતી ઇન્ટર-લિન્કડ હાઇપરટેકસ્ટ ડોકયુમેન્ટ્સથી બનેલ વર્લ્ડ વાઇડ વેબ (www) સ્વરૂપે છે. કોમ્પ્યુટર વપરાશકર્તા સામાન્ય રીતે વેબ બ્રાઉસરની મદદથી વિવિધ માહિતીની આપ-લે કરે છે. કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સોફ્ટવેરમાં ઇ-મેલ, ઓનલાઇન ચેટ, ફાઇલ ટ્રાન્સફર અને ફાઇલ શેરિંગ(વહેચણી) વિગેરે નો સમાવેશ થાય છે. આવી વાત જૂનાગઢ કૃષિ ઈજનેરી કોલેજ ખાતે તા. ૩ થી ૯ ઓગષ્ટ દરમ્યાન કૃષિ ક્ષેત્રે ઈન્ટરનેટનાં ઉપયોગ અંગે વોકેશ્નલ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.આ તાલીમ કાર્યક્રમ ઈનોવેઇન ટેકનોલોજી નોઇડાનાં સહકારથી કૃષિ ઈજનેરી કોલેજનાં છાત્રોને વિવીધ પ્રકારનાં ઇન્ટરનેટ કમ્પોનેટ અને નિષ્ણાંતની સહાય ઉપલબ્ધ થઇ છે.

(1:25 pm IST)