Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

તુલસી શ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડના ફોરેસ્ટર કટારા સ્યુસાઇડ નોટ લખીને લાપતા :ખળભળાટ

સ્યુસાઇડ નોટ ગીરના વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરી : ખાંભાના આરએફઓ માનસિક રીતે ટોર્ચરનો ઉલ્લેખ

અમરેલીના તુલસી શ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડના ફોરેસ્ટર સ્યુસાઈડ નોટ લખીને ગુમ થતા વનવિભાગમાં ખળભળાટા સર્જાયો છે.

 જાણવા મળ્યા મુજબ ફોરેસ્ટરે છ પેજની સ્યુસાઈટ નોટ લખીને ગીરના વોટ્સઅપ ગ્રુપમાં ફોરવર્ડ કરી હતી અને એસ.પી. કટારા નામના ફોરેસ્ટર લાપતા થયા  છે. અમરેલીના ખાંભાના આરએફઓ માનસિક રીતે ટોર્ચરનો ઉલ્લેખ કરાયો છે. વનવિભાગે ફોરેસ્ટરને શોધવા કવાયત હાથ ધરી છે.

(12:22 pm IST)