Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

મોદી-શાહ હૈ તો મુમકિન હૈઃ ભાવનગરમાં તોપ ફોડીને ઉજવણી

જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩પ-એ કલમ દુર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વધામણા

પ્રથમ તસ્વીરમાં ભાવનગરમાં સંત દ્વારા તોપ ફોડીને વિજયને મનાવ્યો હતો. બીજી તસ્વીરમાં મહિલાઓ મો મીઠા કરાવે છે. ત્રીજી તસ્વીરમાં આમરણમાં સુત્રોચ્ચાર, ચોથી તસ્વીરમાં ગારીયાધારમાં ભાજપ દ્વારા   વિજય ઉત્સવ, પાંચમી તસ્વીરમાં ધોરાજીમાં યુવા ભાજપ દ્વારા ઉજવણી, છઠ્ઠી તસ્વીરમાં મોરબીમાં આતશબાજી, સાતમી તસ્વીરમાં દામનગર, આઠમી અને નવમી તસ્વીરમાં કાલાવડમાં ઉજવણી થતી નજરે પડે છે. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી, (ભાવનગર), મહેશ પંડયા (આમરણ), ચિરાગ ચાવડા (ગારીયાધાર), ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી), પ્રવિણ વ્યાસ (મોરબી), વિમલ ઠાકર (દામનગર), કમલેશ આશરા (કાલાવડ).

રાજકોટ તા. ૬ :.. કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩પ-એ કલમ દુર કરવાના કેન્દ્ર સરકારનાં નિર્ણયનાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વધામણા કરવામાં આવ્યા હતાં. અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહનાં નિર્ણયને બિરદાવવામાં આવી રહ્યો છે.

આ નિર્ણયને આતશબાજી, મિઠાઇ વિતરણ કરીને વધામણા કરવામાં આવ્યા હતાં.

ભાવનગર

ભાવનગર : કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ મી કલમ રદ કરવામાં આવતાં દેશભરમાં દિવાળીની ઉજવણી જેવો માહોલ સર્જાયો છે. લોકોએ ફટાકડા ફોડી તેમજ મીઠાઇ વહેચી સરકારના નિર્ણયને વધાવ્યો હતો.

ભાવનગરમાં આવેલ તપસ્વી બાપુની વાડી ખાતે પણ મહંત રામચંદ્રદાસજી દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતાં. તેમજ નાની સાઇઝની તોપફોડીને કેન્દ્ર સરકારનાં નિર્ણયને વધાવ્યો હતો.

આ અંગે મહંત રામચંદ્રદાસજીએ માહિતી આપી હતી.

ભારતીય જનતા પાર્ટી ઉપરાંત વિવિધ સંગઠનો અને મંડળો દ્વારા પણ જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ રદ કરવાના નિર્ણયને મીઠાઇ વહેંચી તેમજ ફટાકડા ફોડીને વધાવવામાં આવ્યો હતો. લોકોએ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી નિર્ણયને આવકાર્યો હતો.

ભાવનગર સરદાર યુવા મંડળ

કાશ્મીર વરસોથી સમગ્ર ભારત દેશમાં ચર્ચામાં રહ્યુ હતું તેમજ આજે કાશ્મીર બાબતે ભારત સરકાર દ્વારા ઐતિહાસીક નિર્ણય લીધો તે નિર્ણયને સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા ભરતનગર ખાતે ચાલતા કુદરતી ટેસા  તાલીમ વર્ગમાં પૈંડા વહેંચી નિર્ણયની ઉજવણી કરી તેમજ તાલીમાર્થી બહેનોને કાશ્મીર બાબતે મંડળના પ્રમુખ ભરત મોણપરાએ પ્રાથમિક માહિતી આપી તેમજ સરદાર યુવા મંડળના પ્રમુખ ભરત મોણપરા જણાવે કે સરદાર વલ્લભભાઇ પટેલ, શ્યામા પ્રસાદમુર્ખજી, પંડીત દીન દયાળ ઉપાધ્યાયના આત્માને આજે શાંતી મળશે.

કાલાવડ

કાલાવડ : સરદાર પટેલની પ્રતિમા પાસે આજે સાંજે પ.૩૦ વાગ્યે રાષ્ટ્રવાદી સંગઠનના કાર્યકરો દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ તથા ૩પ-એ કલમ દુર કરવાના સરકારશ્રી દ્વારા રજૂ થયેલ પ્રસ્તાવને આતશબાજી યોજી સરકારશ્રીના નિર્ણયને વધાવ્યો હતો.

આ આતશબાજીમાં રાષ્ટ્રવાદી સંગઠનના અગ્રણીય ભાનુભાઇ પટેલ, પિયુષભાઇ હિરપરા, ભુમિતભાઇ ડોબરીયા, મિહીરભાઇ શુકલ, હસુભાઇ, મહેશભાઇ સાવલીયા, ભુમિતભાઇ ફળદુ, તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી જમ્મુ - કાશ્મીર માંથી ૩૭૦, - ૩પ-એ કલમ હટાવવાના પ્રસ્તાવને આતશબાજી યોજી સરકારશ્રીના નિર્ણયને વધાવ્યો હતો.

ગ્રેઇન માર્કેટ યાર્ડ પાછળ આજરોજ સવારે રાષ્ટ્રવાદી યુવાનો યુવરાજસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધર્મેશભાઇ અકબરી, મુનાભાઇ ભરવાડ, અને વિજયભાઇ ચિકાણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહી સરકારશ્રી દ્વારા ૩૭૦ અને ૩પ-એ કલમ જમ્મુ-કાશ્મીરમાંથી દુર કરવા થયેલ પ્રસ્તાવને ફટાકડા ફોડી નિર્ણયની ઉજવણી કરવામાં આવેલ હતી.

દામનગર

દામનગર :.. ભાજપ દ્વારા સરદાર ચોકમાં ફટાકડા ફોડી ડી. જે.ના નાદ સાથે નાચ કરી વિજય ઉત્સવ મનાવાયો દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઇ નારોલા, મહામંત્રી સતીષબાપુ, ધર્મેન્દ્રભાઇ જાડેજા, અમરસીભાઇ નારોલા, ધીરૂભાઇ નારોલા, જેન્તીભાઇ બી. નારોલા, શૈલેષભાઇ, હેમાલભાઇ, બાલાભાઇ પઢીયાર, ગૌતમભાઇ ચૌહાણ, ધ્રુવભાઇ ભટ્ટ, ચંડીદાન ગઢવી, પંકજ સાધુ, બાદલભાઇ ભટ્ટ, કુમાર મકવાણા, વિગેરે ભાજપના કાર્યકરો હાજર રહી અને કલમ ૩૭૦ હટાવવાની ખુશી વ્યકત કરી હતી. તેમજ સરદાર પટેલના ફુલહાર કરી મોં મીઠા કરી દામનગર ભાજપ  પરીવાર દ્વારા ખુશી સાથે વિજય ઉત્સવ મનાવાયો હતો.

ગારીયાધાર

ગારીયાધાર : શહેરના વાલમ ચોક, ગાંધી ચોક, વાવ દરવાજા અને એસ. ટી. સ્ટેશન સહિતના વિસ્તારોમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડાઓ ફોડીને સરકારના આ નિર્ણયને વધાવયો હતો.

જયારે કિસાન સંઘના પ્રદેશ સંયોજક દ્વારા પણ આ નિર્ણયને સહયોગ આપી ખુશી વ્યકત કરી હતી.

ધોરાજી

ધોરાજી : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ અમીતભાઇ શાહનાં નિર્ણયને ભાજપ કાર્યાલય ખાતે ફટાકડાની આતશબાજી કરીને ઉજવણી કરાઇ હતી. તેમજ મીઠાઇ ખવડાવીને મોં મીઠા કરાવેલ હતાં. આ તકે પરેશ વાગડીયા, મહેશ પટેલ, કૌશીક વાગડીયા, મીહીર હીરપરા, લખાભાઇ બકુડીયા, મનુભા, જીતુભાઇ વઘાસીયા, ગોપાલ કોયાણી, કલ્યાણજીભાઇ ગાડા, વિજય બાબરીયા, ભુપતભાઇ હીરપરા સહિતના લોકો હાજર રહી ઉજવણી કરેલ હતી.

મોરબી

મોરબીઃ ભાજપના કાર્યકરો દ્વારા ઐતિહાસિક નિર્ણય જમ્મુ કશ્મીરમાંથી કલમ ૩પ/એ, ૩૭૦ રદ કરતા ઢોલ નગારાં સાથે ફટાકડા ફોડી ઉજવણી કરાઇ હતી.ે

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષો જુના પ્રશ્નને હલ કરી અને જમ્મુ કશ્મીરમાં કલમ ૩પ-એ અને ૩૭૦ રદ કરી અને એક દેશમાં એક કાનૂનનોો કાયદો બનાવી અને કેન્દ્ર સરકારે જે ઐતિહાસિક નિર્ણય કર્યો તે માટે સ્વયંભૂ ખુશી વ્યકત કરવા માટે જયારે મોરબી ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે મીઠાઇ વહેંચી અને ફટાકડા ફોડી અને ખુશી વ્યકત કરી અને આ નિર્ણયને હાજર સહુ નગરજનો દ્વારા આવકારવામાં આવેલ હતો.

ભાવનગર

ભાવનગરઃ જમ્મુ કાશ્મીરમાં ધારા ૩૭૦ અને ૩૫/એ હટાવાઈ - વડાપ્રધાનશ્રીના ઐતિહાસિક નિર્ણયને આવકારતું ભાવનગર.

જમ્મુ કાશ્મીર ખાતે અનેક દિવસોથી લાગેલી અટકળો પર પૂર્ણવિરામ મુકતા ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે આજે જમ્મુ કાશ્મીરમાં થી ૩૭૦ની કલમ કને કલમ ૩૫/એ ને રદ કરવાની જાહેરાત આજે ગૃહમાં કરી હતી સાથે જમ્મુ કાશ્મીર અને લદાખને ને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવા સાથે નવું સીમાંકન જાહેર કરતા સમગ્ર દેશમાં ખુશીની લહેર ફરી વળી હતી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ ના ૫૬ની છાતી સમાન ઐતિહાસિક નિર્ણયને આજે શહેર ભા.જ.પા.એ આવકાર્યો હતો.

આ અંગે શહેર ભા.જ.પા.અધ્યક્ષ શ્રી સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર જમ્મુકાશ્મીરની ૭૦ વર્ષીય સમસ્યાનો એક ઝાટકે ઈલાજ કરતા ગુજરાતના આ બે સપૂતો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે જમ્મુકાશ્મીરનો રામબાણ ઈલાજ કર્યો છે તેઓ એ જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટી જમ્મુ કાશ્મીરની સમસ્યાના નિરાકરણ માટે ૭૦ વર્ષોથી લડતી આવી છે જનસંઘના સ્થાપક પ્રમુખ ડો.શ્યામાપ્રસાદજી એક દેશ મેં દો વિધાન, દો સંવિધાન નહીં ચાલેગા ના નારા સાથે જીવન પર્યંત કાશ્મીરની રક્ષા માટે ઝઝૂમતા રહ્યા ત્યારે ૭૦ વર્ષે કોંગ્રેસ અને જવાહરલાલ નહેરુએ કરેલી ભૂલને સુધારતા આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

જમ્મુકાશ્મીરના  ઐતિહાસિક નિર્ણયને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મંત્રી વિભાવરીબેન દવે, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, રાજુભાઇ બામભણીયા, સંસદ ભારતીબેન શિયાળ, મેયર મનહરભાઈ મોરી સહિત શહેર સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો, નગરસેવકશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યો, મોરચા-સેલ ના પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓ સહિતના આગેવાનોએ આવકાર્યો હતો અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને પુરી કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યા હતા.

 

(12:06 pm IST)