Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ટેકનિકલ ક્ષતિ સર્જાતા એરફોર્સના હેલિકોપ્ટરનું ભાવનગરના કુકડ ગામમાં ઉતરાણ

ભાવનગર, તા. ૬ : સુરતની કટોકટીની કામગીરી માટે કાર્યરત એક એરફોર્સના હેલિકોપ્ટરને કુકડ ગામ, ઘોઘા, ભાવનગર નજીક જવું પડયું હતું. તમામ ઓન-બોર્ડ સલામત છે. કોઇ તબીબી સહાય વગેરેની જરૂર નથી. વહીવટી સહાય અને તેમની સલામતી માટે પોલીસ અને મામલતદાર સ્થળ પર પહોંચ્યા છે. સરપંચ મહેલાથી જ સ્થળ પર છે.  ટેકનિકલ ક્ષતિ સર્જાય હતી તેમ ભાવનગરના કલેકટરે જણાવ્યું હતું.હેલિકોપ્ટરમાં સવાર ૯ લોકો સુરતથી જામનગર જઇ રહ્યા હતાં. વહીવટી તંત્રએ ફલાઇટ લેફટનન્ટ નીતીશનો સંપર્ક કરી વિગતો મેળવી હતી.

(1:22 pm IST)