Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ઉનાના નાથળમાં જુગાર ૩ શખ્સો ૧૦ હજારની રોકડ સાથે ઝડપાયા

ઉના, તા. ૬ : તાલુકાના નાથળ ગામે પોલીસે ૩ શખ્સોને ૧૦,૩૧૦ રોકડા સાથે પકડી પાડયા હતાં.

નાથળ ગામે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર બાબીની સુચનાથી પોલીસ કર્મચારી મેહુલસિંહ પ્રતાપસિંહ તથા સ્ટાફે નાથળ ગામે જાહેરમાં ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા નિલેશભાઇ નાનુભાઇ, ભુપતભાઇ પુંજાભાઇ, ભાવેશભાઇ ભાણાભાઇ રે. નાથળ વાળાને રોકડા રૂપિયા ૧૦ હજાર ૩૧૦ રોકડા સાથે પકડી પાડી ઉના લાવી ગુનો દાખલ કર્યો હતો. ધરપકડ કરી હતી.

(12:01 pm IST)