Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જામજોધપુરમાં મહિલાઓના ઉત્કર્ષ માટે સ્વાવલંબન દિનની ઉજવણી : લોન મંજૂરીપત્ર એનાયત

જામજોધપુર તા.૬ : તાલુકા પંચાયત તેમજ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરના સંયુકત ઉપક્રમે મહિલાઓના ઉત્કર્ષ માટેનો મહિલા નેતૃત્વ સ્વાવલંબન દિનના કાર્યક્રમની ઉજવણી કરેલ હતી.

તાલુકા વિકાસ અધિકારી કિરણભાઇ દવે દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરેલ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી સંજનાબેન પરમાર દ્વારા નારી શકિત અંગેનુ પ્રેરક ઉદબોધન કરેલ. આ કાર્યક્રમમાં મિશન મંગલમ યોજના હેઠળ જામજોધપુર તાલુકાના સડોદર, વાંસજાળીયા ગીંગણી, તરસાઇ, પરડવા, મોટીગોપ, જામવાળી મોટાવડીયા, ચુર, બાલવા વગેરે ગામના કુલ ૧૮ જૂથમાં દરેક જૂથને રૂ.પ (પાંચ લાખ)ની કેશ ક્રેડીટ લોન મંજુરી પત્ર એનાયત કરેલ છે. તેમજ ગ્રામ સંગઠનના (૩) જૂથને રૂ. ૭ (લાખ)ના ચેક એનાયત કરેલ છે તેમજ ૭ મંડળના જૂથને રૂ. ૧૨ હજારના રીવોલ્વીંગ ફંડની રકમ એનાયત કરેલ છે.

મિશન મંગલમના ઉપરોકત જૂથોને રાષ્ટ્રીય કૃત બેંકો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની બ્રાંચ સડોદર, ગીંગાણી, મોટીગોપ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચ જામજોધપુર તરસાઇ, જામવાળી તેમજ બેંક ઓફ ઇન્ડિયાની વાંસજાળીયા બ્રાંચો મારફત યોજનાને સાર્થક કરવા પુરતો સહયોગ અને આર્થિક યોગદાન મળેલ છે.

એકંદર રૂ.૧.૮૪ એક કરોડ અગિયાર લાખ લાખ ચોર્યાસી હજાર જેવી માતબર રકમનું ધિરાણ મહિલાઓની ઉત્કર્ષ માટે બહેનોના પુરક વ્યવસાય ધંધા રોજગાર તેમજ સામાજીક પ્રસંગો કે ચીજ વસ્તુઓની ખરીદી માટે લોન ધિરાણ મળી શકે તે માટેનુ ફંડ મિશન મંગલમના જૂથોને ફાળવેલ છે. મહિલાઓના ઉત્કર્ષ માટે તેમના જીવનધોરણને આગળ લાવવા માટે સરળ બની શકે તેવા ઉમદા આશય સાથે આજનો આ કાર્યક્રમ ઉજવાયેલ છે.

આ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ તા.પં. ઉપપ્રમુખ શ્રીમતી સંજનાબેન દેવાભાઇ પરમાર તેમજ જિલ્લા પં. સદસ્ય દયાબેન રાઠોડ તેમજ તા.પં. શ્રીમતી એકતાબેન સુતરીયા અને મહિલા સંગઠન મહિલા મંડળ, મીશન મંગલમ જૂથના બહેનો મહિલા સરપંચશ્રીઓ સદસ્યશ્રીઓ તેમજ આઇસીડીએસ ઘટકના સુપરવાઇઝ શ્રીઓ તેમજ મિશન મંગલમ  યોજના હેઠળ તાલુકાના લાઇવલીહુડ મેનેજરશ્રી શિલ્પાબેન બ્લોક કો ઓર્ડીનેટર મીરાબેન દવે તેમજ તા.પં. મહિલા કર્મચારીશ્રીઓની વિશાળ સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મિશન મંગલમ યોજના હેઠળના ચેક મંજુરી પત્રો અપાયેલ હતા. આ કાર્યક્રમ માટે માર્ગદર્શક તાલુકા વિકાસ અધિકારી કિરણભાઇ દવે તેમજ વિ. અધિ (પંચાયત) સંચાણીયાભાઇ સહિતે જહેમત ઉઠાવી હતી.

(12:01 pm IST)