Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ધારાસભ્યોના પગારા વધારનું બિલ પાસ થતુ હોય તો ખેડૂતોનું દેવામાફીનું કેમ નહીઃ વિચારાધીન પ્રશ્ન

હળવદમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોના પ્રશ્નેમામલદારને આવેદન

હળવદ,તા.૬: કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા મામલતદારને ખેડૂતોના વિવિધ પ્રશ્નો ને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રમુખ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ સહિતનાઓ હાજર રહ્યા હતા.કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડૂતો ના દેવા માફ કરવામાં આવે તેમજ સમયસર પાક વીમો આપવામાં આવે સિંચાઈ માટે પાણી સહિતની માંગ સાથે હળવદ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાંવધુમાં જણાવ્યું હતું કે જો કરોડપતિ ધારાસભ્યનો પગાર વધી શકતો હોય અને દેવાદાર ખેડૂતોને દેવામાફી ના બીલ નામંજૂર થતા હોય તો રાજયના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ સાથે જ આગામી સમયમાં આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતોની સ્થાનિક ચૂંટણીમાં ખેડૂત પરિવાર દ્વારા નોટામાં મત આપી વિરોધ કરવામાં આવશે અથવા તો આવનાર સમયમાં ખેડૂતો જ પોતાની પેનલ બનાવી ખેડૂત દેવામાંથી બિલ મંજૂર કરાવવા મજબૂત બનશેઆ તકે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ ચંદ્રીકાબેન પટેલ,મોરબી જિલ્લા પ્રમુખ કાનજીભાઈ ચાવડા, તાલુકા પ્રમુખ જશવંતભાઈ ગોહિલ,તાલુકા ઉપપ્રમુખ નરોત્ત્।મભાઈ,તાલુકા મહિલા મોરચાના પ્રમુખ પૂર્વીબેન ચાવડા,તાલુકા પ્રભારી ઇન્દુબેન દવે,ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ લાલાભાઇ ગોપાણી સહિતના હાજર રહ્યા હતા.

(12:00 pm IST)