Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

લોધીકા તાલુકાના પારડી ગામના ખેડૂતો ૧પ દિવસથી હેરાન પરેશાન

શાપર વેરાવળ, તા. ૬ : શાપર-વેરાવળ પાસે આવેલ પારડી ગામમાં ૧પ દિવસથી લાઇટ બંધ રહેતા ખેડૂતોના ઢોર તેમજ પાણી માટે વલખાં મારવા પડે છે. પારડી ગામના ઢોલરા ફીચર ખેતીવાડીની વિજ લાઇન નેશનલ હાઇવે તેજસ્વી હનુમાન મંદિરની સામેથી પસાર થઇ છે એ લાઇન ૧પ દિવસથી લાઇટ બંધ રહેતા અનેકવાર જીઇબીમાં ફરીયાદ કરી છતાં કોઇ કાર્યવાહી કરવામાં નથી આવતી.  પારડી ગામના આગેવાનો ખેડૂતો દ્વારા લિખિતમાં અરજી જીઇબીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જો આ બાબતે કોઇ પગલા ભરવામાં નહીં આવે તો અમો આ ફીડરના તમામ ખાતેદારો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

(11:59 am IST)