Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જામકંડોરણાના ખજુરડા ગામના વીજચોરીના કેસમાં છ માસની સજા ફટકારતી ધોરાજી કોર્ટ

ધોરાજી  તા. ૬ : જામકંડોરણા તાલુકાના ખજૂરડા ગામે વિજચોરી થતી હોવાની માહિતીના આધારે પીજીવીસીએલના તત્કાલીન જુનિયર એન્જિનિયર એચડી કલોલાએ રેડ કરી ચંદુલાલ મગનલાલ ખેતીયા વાળા વિરૂદ્ધ પાવર ચોરી અંગેનો કેસ દાખલ કર્યો હતો. જે અંગેનો કેસ ધોરાજી કોર્ટ સમક્ષ ચાલતા મેજીસ્ટ્રેટશ્રી હેમંતકુમાર દવેએ આરોપી ચંદુલાલ મગનલાલ ખેતીયાને કસૂરવાર ઠેરાવી ત્રણ માસની સજા તેમજ રૂપિયા ૪૧ હજાર ત્રણસો દંડ ફટકાર્યો હતો. થોડા દિવસ પહેલા ધોરાજીમાં પણ પાવર ચોરીના ગુનામાં ધોરાજી કોર્ટ દ્વારા કસુરવાર સામે રોકડ તેમજ જેલની સજા સુનાવવામાં આવી હતી.

(11:58 am IST)