Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

સોમનાથમાં મિશન મંગલમ યોજના હેઠળ ગીર-સોમનાથ જિલ્લાની મહિલાઓને ૧ કરોડ ૪૪ લાખના ચેકનું વિતરણ

પ્રભાસપાટણ તા.૬ : મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી અને મહિલા સ્વાવલંબન દિન નિમિતે મિશન મંગલમ યોજનાના ૮૫૫ મહિલા લાભાર્થીઓ જૂદી જૂદી યોજનાઓના રૂ.૧ કરોડ ૪૪ લાખ ૨૩ હજારના ચેક અર્પણ બહુમાન કરેલ જેમાં લાભાર્થી મહિલા સીમાબેન મકવાણા, શિલ્પાબેન પટેલ, વિજયાબેન સોલંકીને મહાનુભાવોના હસ્તે ચેક અર્પણ કરેલા તેમજ ગીર સોમનાથ જીલ્લાના તાલુકાઓની બહેનોને પણ એનઆરએલએમ યોજના અંતર્ગત બેંક સખી નિમણુંક પત્ર એનાયત કર્યા હતા.

સ્વ. સહાય યોજનાની ૪૦ મહિલાઓને રીવોલ્વીંગ ફંડના રૂ.૪.૫૮ લાખ ગ્રામ સંગઠનની એક મહિલાને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ૧ લાખ સ્વ. જૂથની ૧૩૪ મહિલાઓને કેશ ક્રેડીટના રૂ.૧ કરોડ ૨૧ લાખ ૯૩ હજારના ચેક સ્ટાર્ટઅપ ફંડમાં ૨૫૩ લાભાર્થી મહિલાઓને રૂ.૬.૩૨ લાખ અને પ ટકા ઇન્ટરેસ્ટ સબસીડીના ૪૨૭ મહિલા લાભાર્થીઓને ૧૦ લાખ ૩૯ હજારના ચેક અર્પણ કરાયા હતા.

જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલોધરાએ જણાવેલ કે ગુજરાત સરકાર દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓ કાર્યરત છે. તેથી આ યોજનાનો વધુમાં વધુ લાભ લઇ મહિલાઓને તેમનો આર્થિક વિકાસ કરવા જણાવેલ. બીજ નિગમના ચેરમેનએ જણાવેલ કે દિકરીઓ આજે આકાશ સુધી પહોચી પગભર થઇ છે તેમજ સરકારની વહાલી દિકરી યોજનાનો પ્રારંભ કરી દિકરીઓને સહાય મળે અને તેમનુ સન્માન વધે તેવી યોજના મુકેલ છે. જીલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર અને ન.પા.ના પ્રમુખ મંજુલાબેન સયાણીએ પણ મહિલાઓ પગભર બને તેવુ જણાવેલ હતુ.

આ તકે જિ.વિ.અધિકારી ઇલાબેન ગોહિલ, આરોગ્ય અધિકારી ડો.બીમરોટીયા, લીડ બેંક મેનેજર અશોક વ્યાસ, એમ.જી.વારસુર, અગ્રણી ડાયાભાઇ મોટી સંખ્યામાં મહિલા સામેલ થઇ હતી. કાર્યક્રમનું સંચાલન નિમાવતભાઇ તથા આભારવિધી પૂનમબેને કરી હતી.

(11:58 am IST)