Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

મોરબીમાં બારોટ સમાજના હોદેદારો સહીત ૭૦ યુવાનોએ ભાજપનો ખેસ પહેર્યો

મોરબી, તા.૬: જિલ્લા વહીવંચા બારોટ સમાજની કારોબારી સમિતિમાં જુના હોદ્દેદારોની મુદ્દત પુરી થતા નવી કારોબારી સમિતિની રચના કરવા માટે જનરલ સભા પાટીદાર હોલ, શનાળા મુકામે યોજાઈ હતી. જેમાં પ્રમુખ અઘ્યક્ષ ઉપપ્રમુખ મંત્રી ખજાનચી સહિત કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી ત્યારબાદ સમાજને લગતા કામકાજ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી.સમગ્ર સમાજ તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો હોય જેથી મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને ઉમા ટાઉન શીપ ખાતે મોરબી જિલ્લા વહીવંચા બારોટ સમાજના આગેવાનો સહિત કુલ ૭૦ થી વધુ યુવાનોએ પૂર્વ ધારાસભ્યના હાથે ભગવો ખેસ ધારણ કરી વિદ્યીવત રીતે ભાજપ પક્ષમા જોડાયા હતા અને સ્થળ પર જ ભાજપ ના મેમ્બર બન્યા હતા જે બદલ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

(11:57 am IST)