Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

મોરબીઃ ખેલ મહાકુંભ-૨૦૧૯નું રજીસ્ટ્રેશન કામગીરીનો પ્રારંભ

મોરબી,તા.૬:ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાસ્કૃત્ત્િ।ક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર, મોરબી દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ ૨૦૧૯નું રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયેલ છે. તારીખ ૧૫/૦૮/૨૦૧૯ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.ઓનલાઈન રજિસ્ટ્રેશનwww.khelmahakumbh.org પરથી કરવાનું રહેશે. તેમજ એન્ડ્રોઈડ મોબાઈલ એપ    khelmahakumbh-૨૦૧૯ અને આઈ.ઓ.એસ. મોબાઈલ એપથી પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે.

મોરબી જિલ્લામાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ પોતાની જ શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ જે તે કોલેજ પોતાની કોલેજમાંથી રજિસ્ટ્રેશન કરી શકશે. જે ખેલાડીઓ શાળામાં અભ્યાસ નથી કરતા તેવા ખેલાડીઓ પોતાના ગામની શાળા મારફત કે મોબાઈલ એપથી રજિસ્ટ્રેશન કરવી શકશે. ખેલ મહાકુંભમાં એઈઝ કેટેગરી અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એઈઝ ગૃપ સિનિયર, ૪૦ વર્ષ ઉપરના, ૬૦ વર્ષ ઉપરના પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, લાલબાગ તાલુકા સેવા સદન, સામે કાઠે નટરાજ ફાટકની બાજુમાં, લાલબાગ બીજા માળે રૂમ નં.૨૫૭ મોરબી-૨ રૂબરૂ સંપર્ક કરવા રમત-ગમત અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:56 am IST)