Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

વિધાનસભામાં સામુહીક આરોગ્ય કેન્દ્રોની તપાસ અને લોન અરજી સહિત પ્રશ્નો વિક્રમભાઇ માડમે ઉઠાવ્યા

જામનગર તા.૬ : વિધાનસભાના ચાલુ ચોમાસુ સત્ર દરમિયાન ૮૧ જામ ખંભાળીયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા સામુહીક આરોગ્ય કેન્દ્રોની તપાસ તાલુકા જિલ્લા કક્ષાની મહેસુલી તપાસણી અને ઉચ્ચ અભ્યાસક્રમ માટેની લોનની અરજીઓ બાબતેના વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

ધારાસભ્ય વિક્રમભાઇ દ્વારા દેવભૂમી દ્વારકા જિલ્લાના તાલુકામાં આવેલ સામુહીક આરોગ્ય કેન્દ્રની જિલ્લાકક્ષાએથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા લીધેલ મુલાકાતો તથા કરેલ તપાસ સંબંધેના જવાબમાં માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ તેના જવાબમાં જણાવવામાં આવેલ છે કે તા.૩૦-૯-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તાલુકાવાર ખંભાળીયા તાલુકાના સામુહીક આરોગ્ય કેન્દ્રોની પૈકી ખંભાળીયામાં ૧૮, ભાણવડમાં ૧૧, કલ્યાણપુરમાં ૩ર અને દ્વારકામાં શુન્ય વખત મુલાકાતો લેવામાં આવી હતી. જેમા મુખ્યત્વે સ્વચ્છતા વાહન, સાધન સુવિધા, સ્ટાફની ઘટ જેવા વહીવટી પ્રશ્નોની ચર્ચા તથા નિરાકરણ સબંધી બાબતો ધ્યાને લેવામાં આવેલ હતી.

ધારાસભ્યશ્રી વિક્રમભાઇએ તા.૩૦-૯-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં દેવભૂમી દ્વારકા જિલ્લામાં રેવન્યુ ઇન્સ્પેકશન કમિ.શ્રી દ્વારા કઇ કચેરીની કેટલીવાર તપાસણી કરવામાં આવી ? આ તપાસ દરમિયાન કઇ કઇ બાબતોની તપાસ કરવામાં આવી ? આ તપાસ દરમિયાન કઇ કચેરીમાં કઇ કચેરીમાં કયા પ્રકારની ગેરરીતી ધ્યાને આવી તે અન્વયે સરકારશ્રીએ શું પગલા લીધા હતા. તે બાબતના વિધાનસભાના ચોમાસુ સત્રમાં પ્રશ્ન ઉઠાવવામાં આવેલ હતા.

ધારાસભ્યશ્રીના પ્રશ્નના પ્રત્યુતરમાં મહેસુલ મંત્રીશ્રીએ તેમના જવાબમાં વિધાનસભામાં જણાવવામાં આવેલ કે તા.૩૦-૯-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષની મહેસુલી કચેરીઓની તથા પંચાયત કચેરીઓની નિયત થયેલ પ્રશ્નાવલીમાં દર્શાવેલ બાબતોની તપાસ કરવામાં આવી હતી તે મુજબ કલેકટરશ્રીની કચેરી ૩ પ્રાંત કચેરી ૩ મામલતદારશ્રીની કચેરી - પ જિ.પં. કચેરી ૩ અને તા.પં. કચેરી ૪ની તપાસણી દરમિયાન વહીવટી ક્ષતિઓ કેસના નિકાલમાં વિલંબ, કાર્યપધ્ધતિમાં સામાન્ય ત્રુટીઓ અને ક્ષતિ યુકત કાર્યવાહી કરવામાં આવતી હોવાની બાબતો ધ્યાનમાં આવેલ હતી જે અન્વયે ક્ષતીઓ સબંધમાં સુધારાઓ કરવા નિયત કાર્યવાહીમાં ક્ષતી માટે ભવિષ્યમાં કાળજી લેવી વગેરે બાબતોથી સુચીત કરવામાં આવેલ હતા. તેમજ અગાઉની પુર્તતા નોંધના જવાબો ધ્યાને લઇ નિકાલ ગણવામાં આવેલ હતા. તેમજ કલેકટરશ્રી પ્રાંત અધિકારીશ્રી અને પંચાયત કચેરીના મેમોરેડીંગ વખતે પણ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે. તે મુજબનો પ્રત્યુતર મહેસુલ મંત્રીશ્રીએ ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા પુછેલ પ્રશ્નના જવાબમાં આપેલ હતો. ઉચ્ચ શિક્ષણ માટે પપ અરજીઓમાંથી ૫૧ અરજીઓ મંજુર કરવામાં આવ્યાનું પ્રશ્નના જવાબમાં જણાવેલ હતુ.

(11:56 am IST)