Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જૂનાગઢમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી

જુનાગઢઃ શહેરમાં ચાલી રહેલા મહિલા સશકિતકરણ અઠવાડિયા અંતર્ગત જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવિણ ચૌધરીએ મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની જાણકારી આપી આમંત્રિત મહેમાનો અને બહેનોએ આવકાર્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદઘાટક શ્રીમતી જયોતિબેન વાછાણી મહિલા સુરક્ષા સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષશ્રીએ બહેનોને સંબોધન કર્યુ હતું.

(11:56 am IST)