Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

કેશોદ તાલુકામાં મેદ્ય મહેરથી નવી પ્રકૃતિનો નજારો ખીલી ઉઠયો

કેશોદ તા.૦૫ : કેશોદ તાલુકામાં દોઢ માસપહેલા  મેદ્યરાજાનું આગમન થયુ હતુ. અત્યાર સુધીમાં ત્રણસો નેવુ મી.મી.થી વધુ વરસાદ થયોછે. જેથી હાલમાં સમગ્ર ધરતીમાં લીલી નવી હરીયાળી પ્રકૃતિ ખીલી ઉઠીછે.

નવી પ્રકૃતિના ખોળે મુકત રીતે વિહરતા મોર તો કયાય મકાનન ટોડલે તો કયાંક વીજ પોલ પર મોર નવી પ્રકૃતિનો આનંદ માણતા હોય તેવો નજારો વિવિધ જગ્યાએ જોવા મળી રહ્યો છે .આગામી વર્ષે મેદ્યરાજાનું આગમન વહેલું થયું છે ત્યારે ધરતીના ખોળે ખીલેલી નવી પ્રકૃતિને ખોળે અનેક જગ્યાએ મોરનો અનહદ મનમોહક નજારો જોવા મળી રહ્યો છે.ત્યારે કુદરતના ખોળે ખીલી ઉઠેલ હરીયાળી પ્રકૃતીમાં વિહરતા મોરની જુદી જુદી તસ્વીરો કેમેરામાં કંડારાયેલ જોવા મળેછે.(તસ્વીર કિશોર દેવાણી)

(11:55 am IST)