Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ખંભાળીયામાં મહિલા સ્વાવલંબન દિનની ઉજવણી

ખભાળીયાઃ રાજય સરકાર દ્વારા મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત જુદા-જુદા કાર્યક્રમોનુ આયોજન કરવામા આવેલ છે. દ્વારકા જિલ્લામા પણ સ્ત્રી સશકિતકરણની ઉજવણી કરવામા આવી રહી છે. જેના ભાગરૂપે ખંભાળિયાના યોગ કેન્દ્ર ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દહેજ પ્રતિબંધક કચેરી, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન તથા વન સ્ટોપ સખી સેન્ટરના સંયુકત ઉપક્રમે મહિલાઓના આર્થિક ઉથ્થાન માટે મહિલા સ્વાવલંબન દિનની ઉજવણી કરવામા આવી હતી. જેમા ઉપસ્થિત મહિલાઓને ઉદ્યોગલક્ષી  માહિતી, સ્વરોજગાર અંગેની તાલિમલક્ષી માહિતી, સરકારની મહિલાઓ માટેની વિવિધ યોજનાઓની માહિતી-માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. મહિલાઓ સશકત બને અને અત્યાચારનો ભોગ ન બને તે મટો ખંભાળિયા પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટરના ફોરમબેન રાઠોડ દ્વારા સપોર્ટ સેન્ટર શું કામ કરે છે અને મહિલાલક્ષી કાયદાઓ વિશેની સમજણ આપવામા આવી હતી. કાર્યક્રમમાં દીપ પ્રાગટયની તસ્વીર.

(11:53 am IST)