Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

પોરબંદરઃ વૃક્ષારોપણના કાર્યક્રમો બાદ વૃક્ષ ઉછેરમાં બેદરકારી સામે રોષ

પોરબંદર તા. ૬ :.. કુદરતની દેણ ગણાતા લીલાછમ વૃક્ષ ધરાવતા જંગલો નાશ પામતા જાય છે. ડુંગર - પહાડ વિસ્તારમાં દિન પ્રતિદિન કોઇને કોઇ બહાને વૃક્ષ છેદન થઇ રહેલ છે.  કિંમતી વૃક્ષો પર્યાવરણ નાશ પામતા વર્ષાઋતુમાં મહત્વ પૂર્ણ ફેરફાર થયેલ છે. પરંતુ સરકાર નજર સમક્ષ હોવા છતાં અને સત્ય હોવા છતાં કે જોવામાં આવતું નથી.

સમય પસાર થતો રહે છે. વન મહોત્સવ જેવા દબદબભેર વાર્ષિક કાર્યક્રમો યોજી નાણાંનો ર્દુવ્યય કરે છે. મોટા ભાગના વૃક્ષોનો ઉચ્છેર થતો નથી. સામાજીક સંસ્થાઓ પણ સસ્તી પ્રસિધ્ધી માનવ-સેવા-ધર્મના નામે નાટક રૂપ એકાંકી નાટક સેવાના નામે સભારંભો યોજી સુફીયાણી સલાહ સાથે રોપા વિતરણ કરે છે. વિનામુલ્યે રોપા વિતરણ થયા બાદ લઇ  જનાર વ્યકિત તેમનો ઉચ્છેર કરે છે કે નહીં ? સરકારી કચેરી શાળાઓ, સામાજીક સંસ્થાઓ વનમહોત્સવ - વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરી કચેરી કે સંસ્થાના ખુલ્લા કેમ્પસમાં ખાડા ખોદી માટી - ખાતર ભરી વૃક્ષારોપણ કરે છે. રક્ષણ માટે અમુક સ્થળે ગાર્ડ બનાવે છે. પરંતુ વાવણી-બાદ ઉચ્છેર માટે બેદરકારી રહે છે. પાણી પાઇપ ઉચ્છેર કરવામાં આવતો નથી. બેદરકારી નજર સમક્ષ નિહાળી શકાય છે.

જયારે દેશી રજવાડાના સમયમાં અને અંગ્રેજીના શાસન કાળમાં પર્યાવરણ પ્રત્યે જે કાળજી લેવામાં આવતી નથી. તે વર્તમાન સમયમાં શૂન્ય જણાય છે.

રજવાડી શાસનમાં જાહેર માર્ગ પર સમય આંતરે ખાસ ફુટપાથ વ્યવસ્થા કરી વૃક્ષો રાજમાર્ગ પર ખાસ વાવમાં આવતાં તે વૃક્ષોના ઉચ્છેરમાં બારમાસ લીલાછમ અને પાણીની  જરૂરીયાત ઉચ્છેર માટે તેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતુ છતાં શહેરમાં હરીયાળી રહેતી. આ વૃક્ષોમાં, પારસ પીપળો, પિપળી ગુલમહોર, વડલો, પીપળો, લીમડો વિગેરે વાવેતર કરવાનું મુખ્ય માર્ગ પર પારસ પીળો, વડલો, પીપરના વૃક્ષોનું વાવેતર હતું. હજુ કેટલીક જગ્યા પ્રાચીન વૃક્ષો રાજમાર્ગ પર છાયડો આપે છે. તેનો પણ નાશ થઇ રહ્યો છે. માવજત થતી નથી.

નગરપાલીકા દ્વારા પર્યાવરણ ઉચ્છેર અભિયાન હાથ ધરાયેલ, વાવેલ વૃક્ષોની માવત રક્ષણ માટે લોખંડના ટી-ગાર્ડ મુકવામાં આવેલ. પાણી વ્યવસ્થા કરાયેલ. આજે તે તે વૃક્ષો વાવેલ કે ટી-ગાર્ડ કયાં અદ્રશ્ય થયેલ છે...? લાખો રૂપિયાનો ખર્ચ પર્યાવરણ ઉચ્છેર હિસાબી દફતરમાં નોંધાયેલ છે. એક રાજકિય મોભીએ નગરપાલીકા પાસે માહિતી માંગેલ કૌભાંડ પણ ચર્ચાય બન્યું પગલાં લેવાશે. તેમ તે સમયે લાગતું હતું પરંતુ મૌન થઇ ગયા અને ચર્ચીત બન્યા છે. રાજકીય મોભીની ખાસ વિશેષ ખાસીયતએ છે કે સત્ય બહાર લાવવા માટે રજૂઆત જુસ્સાભેર કરે છે. અમુક સમય પછી મૌન બની જાય છે.

ખરેખર તો પર્યાવરણ વનમહોત્સવ ઉજવણી નાટક બંધ કરી સરકારી નાણાની બચત કરી અન્ય હેતુમાં વાપરવા જોઇએ. વરસોથી વનમહોત્સવ - પર્યાવરણ ઉચ્છેર ઉત્સવ ઉજવાય છે. અત્યાર સુધી વ્યવસ્થીત પર્યાવરણ સાકાર થયું કે, શાળા કચેરીમાં કે સંસ્થામાં વાવેલ વૃક્ષોનો વ્યવસ્થીત ઉચ્છેર થયો ? તે પ્રશ્ન છે.

(11:52 am IST)