Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ધારીની દામાણી હાઇસ્કુલમાં મુખ્યમંત્રીના જન્મદિને ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરાયુ

ગ્રામ પંચાયત, વન વિભાગ, સ્વામિ વિવેકાનંદ ગ્રુપ દ્વારા એક બાળ એક ઝાડ કાર્યક્રમની ઉજવણી

ધારી તા.૬: દામાણી હાઇસ્કૂલના પરિસરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મ દિવસની ઉજવણી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી ગ્રામ પંચાયત, દામાણી હાઇસ્કુલ, વન વિભાગ અને સ્વામી વિવેકાનંદ યુવા ગ્રુપ દ્વારા સંયુકત રીતે ઉજવવામાં આવ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીના જન્મદિન નિમિતે જી. એન. દામાણી હાઇસ્કૂલના પરિસરમાં ગ્રામ પંચાયત, દામાણી હાઇસ્કૂલ, વન વિભાગ તથા સ્વામી વિવેકાનંદ યુવા ગ્રુપના સંયુકત ઉપક્રમે એક બાળ - એક ઝાડ અંતર્ગત સંવેદના વન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિશાળ પરિસરમાં અધિકારી અને પદાધિકારીઓના સ્વ હસ્તે વૃક્ષારોપણ કરાયુ હતું અને વિદ્યાર્થીઓને વૃક્ષોના રોપાઓ વિતરણ કરી અગ્રણીઓ દ્વારા  એવી અપીલ કરવામાં આવેલ કે પ્રત્યેક વિદ્યાર્થી પોતાના હર જન્મદિને એક એક વૃક્ષનું વાવેતર તથા જતન કરી ઉછેર કરે તેમજ વૃક્ષના કારણે થતા ફાયદા અને ગ્લોબલ વોર્મિંગની થઇ રહેલી વિપરીત અસરો વિષે સુવ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સંસ્થાના વડા જીતુભાઇ જોશી,  શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપભાઇ મહેતા, ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઇ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનસુખભાઇભૂવા, ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, મધુબેન જોશી, સેક્રેટરી સીમાબેન વેગડા, કેશુભાઇ પરડવા, મુકેશભાઇ રૂપારેલીયા, વિપુલભાઇ બુંહાર, પુનમબેન મકવાણા, રમેશભાઇ મકવાણા, રમેશભાઇ વાઘેલા, ભરતભાઇમકવાણા, તાલુકા વિકાસ અધિકારી વેગડા, વન વિભાગના ઘનશ્યામભાઇ ઠાકર, દામાણી  હાઇસ્કુલના પ્રિન્સિપાલ માનસિંહ બારડ તેમજ સમગ્ર સ્ટાફ વૃંદ, વિવેકાનંદ યુવાગૃપનાં દિનેશભાઇ બલદાણીયા, યુવરાજભાઇ જેબલિયા વગેરેએ હર્ષથી વૃક્ષ વાવી જન્મદિવસની ભેટ અર્પણ કરી આ કાર્યક્રમમાં વૃક્ષના જતન, માવજત અને મહત્વ વિશે મહાનુભાવોએ પ્રસંગોચિત વકતવ્ય આપ્યું તેમજ બાળકોને વૃક્ષનો રોપ અર્પણ કર્યો. કાર્યક્રમનું સંચાલન શિક્ષક ભાવેશભાઇ ડોડીયાએ કર્યું કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી, બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

(11:51 am IST)