Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૮.૬૭લાખની વીજચોરી

ભાવનગર, તા.૬: તળાજા શહેર અને ગ્રામ્ય પંથક માં આજે હથિયાર ધારી પોલીસ બંદોબસ્ત સાથે વિજતંત્રની ટુકડી ત્રાટકી હતી. વિજતંત્ર એ ૪૨ સ્થળો પરથી ૮.૬૭લાખની વીજચોરી ઝડપી હોવાનો દાવો કર્યો હતો.

તળાજા શેહર અને અમુક ચોક્કસ ગામડાઓ માં વીજચોરી થતી હોવાની વીજ કચેરીમાં મોનીટરીંગ દરમિયાન જોવા મળે છે. કયાં વિસ્તારમાં કેટલી ચોરી થઈરહી છે તેની કચેરી ખાતે અધિકારી ને બેઠાબેઠા જ ખબર પડી જતીહોય આજે હથિયારધારી પોલીસ એસઆરપી બંદોબસ્ત સાથે રેડ કરવામાં આવી હતી.

અધિકારી સૈયદ એ માહિતી આપતા જણાવ્યું હતુંકે ૨૨૪ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. ૪૨ સ્થળો પરથી ૮.૬૭લાખની વીજચોરી ઝડપાઇ હતી. જયાં સુધી વિજલોસ નહિ ઘટે ત્યાં સુધી વીજચોરી ડામવા કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છેકે ટાર્ગેટ પૂરો કરવા નિર્દોષ ન દંડાય તે ખાસ જોવું રહ્યો તેવી લાગણી સાંભળવા મળી હતી.

(11:50 am IST)