Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ભાવનગર પંથકમાં ૩ કમોત

ભાવનગર તા.૬: ભરતનગર વિસ્તારમાં આવેલ સિધ્ધાર્થ સોસાયટીમાં રહેતી  સોનલબેન ધર્મેશભાઇ બારૈયા ઉ.વ.૩૦ નામની પરણીત કોળીયુવતીને તેણીના ઘેર ઇલેકટ્રીક શોક લાગતા અત્રેની સરટી.હોસ્પીટ ખસેડાયેલ જયાં તેણીનું મોત નિપજ્યુ હતું.

ઝેરી દવા પી જતાં મોત

ઘોઘા તાલુકાના નેસવડ ગામે રહેતાં કોળી રોહિત રણછોડભાઇ ડાભી ઉ.વ.૨૧ નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર તેના ઘેર ઝેરી દવા પી લેતાં અત્રેની સરટી.હોસ્પીટલ ખસેડાયેલ જયાં તેનું મોત નિપજ્યુ હતું.

એસીડ પી જતાં મોત

લાઠી તાળેના દેવળીયા ગામે રહેતા બાબુભાઇ વરારામભાઇ કોળી ઉ.વ.૬૨ નામના આઘેડે તેના ઘેર એસીડ પી લેતા ભાવનગરની સરટી.હોસ્પીટલ ખસેડાયેલ જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

(11:49 am IST)