Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ઉના દેલવાડા ચોકડી પાસે મારૂતી ઈકોના ચોરખાનામાંથી ૧૫ હજારનો દારૂ ઝડપાયો

ઉના તા. ૦૬ : ઉના દેલવાડા ચોકડી પાસે મારૂતી ઈકોના ચોરખાનામાંથી  ૩૮ બોટલ ઈંગ્લીશ દારૂ કિ.૧૫૨૦૦ સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો.

પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી સા. જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રીપાઠી સા.ગીર સોમનાથ તથા મદદનીશ પો.અધિક્ષક અમીત વસાવા સા. વેરાવળ વિભાગ, વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ. એસ.એમ.બાબી સા.તથા આર.એન. રાજ્યગુરુ સા.ની સુચના મુજબ પો.હેડ કોન્સ પી. જે. વાઢેર તથા પો. કોન્સ. કમલેશભાઇ જગમાલભાઇ તથા પો. કોન્સ મેહુલસીહ પ્રતાપભાઇ પો. કોન્સ. કમલેશભાઇ હરાજભાઇ પો કોન્સ. ભીખુશા બચુશા તથા સલીમભાઇ દોસ્તમહમદ નાઓએ પો.કોન્સ.કમલેશભાઇ જગમાલભાઇ તથા પો. કોન્સ મેહુલસીંહ ની સંયુકત બાતમી આધાર. ઉના દેલવાડા નવાબંદર ચોકડી પરથી સરફરાજયુસુફભાઇ બ્લોસ ઉ.વ.૩૫ રે. વિસાવદર મકરાણી પરા જી. જુનાગઢ વાળાને મારૂતી ઈકો ગાડી નંબર જીજે ૧૪ ડબલ એ ૮૪૦૨ કી. રૂ. ૨૦૦૦૦૦/- વાળીમાં ચોરખાનામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની ઈમ્પીરીયલ બ્લ્યુ ૭૫૦ એમ.એલની કંપનીશીલ પેક બાટલો નંગ-૨૯ તથા રોયલ સ્ટેગ વિસ્કી નાશીક બનાવટની ૭૫૦ એમ.એલ.ની  કંપનીશીલપેક બાટલો નંગ-૯ મળી કુલ પોસ્ટે ગુ.ર.નં. થર્ડ/૧૯ પ્રોહી એકટ કલમ -૬૫ઈ૯૮(૨)૯૯-૨ મુજબ ગુન્હો રજી કરાવેલ છે અને આ કામની તપાસ પો. કોન્સ. પી.જે. વાઢેર ચલાવી રહ્યા છે.

(11:49 am IST)