Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ભાવનગર ની હોસ્પિટલમાંથી બતકના ૧૧ બચ્ચા મળી આવ્યા

ભાવનગર તા.૦૬:  ભાવનગરની સરતખ્તસિંહજી હોસ્પિટલના કેમ્પસમાં બતકના બચ્ચા મળી આવતા  નેચર કલબના સભ્યો દ્વારા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કેન્સર વિભાગ નજીક બતકના ૧૧ જેટલા બચ્ચાઓ મળી આવતા સેવાભાવીઓ તથા રાજહંસ નેચર કલબના સભ્યો ,જયેશભાઇ વિગેરે હોસ્પિટલ દોડી ગયા હતા અને માદા બતકની શોધખોળ કરીને બચ્ચાઓને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી  હતી.

હોસ્પિટલ સંકુલમાં ૧૩ જેટલા બતકના બચ્ચા હતા જે પૈકી બે બચ્ચા મૃત્યુ પામ્યા હોવાનુ નેચર કલબના સભ્યએ જણાવ્યુ હતુ.

(11:49 am IST)