Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

તળાજાના તરસરા પ્રા.શાળાના શિક્ષકને ફડાકાવાળી કરી

દીકરીને રજા આપવા બાબતે વાલીએ

ભાવનગર તા.૬: તરસરા પ્રા.શાળા શિક્ષક નટવરલાલ હરિપ્રસાદ બારીયા ઉવ.૫૬, રે પીપરલાએ નોંધાવેલ ફરિયાદ મુજબ પોતે સ્કુલમાં ફરજ પર હતા. ત્યારે ગામના નિખિલ જયસુખભાઇ લશ્કરીએ આવી મારી દીકરીને રજા કેમ આપતો નથી. તેમ કહી ઉશ્કેરાઇને મોઢા અને વાંસાના ભાગે થપાટો મારેલ. પછાડી દીધેલ. શર્ટના બટન તોડી નાખી ઝપાઝપી કરેલ. મારી નાખવાની ધમકી આપેલ હતી.

બનાવના પગલે શિક્ષક નટવરલાલ બારીયાએ તળાજા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજમાં રૂકાવટ, માર મારવો અને મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

વાલી દ્વારા શિક્ષક પર હુમલાના પગલે શિક્ષક પર હુમલાના જગતમાં ખળભળાટ મચી ગયો છે. જેનો શિક્ષક સંગઠનમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

(11:48 am IST)