Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

બગસરાના હામાપુર ગામે વરસાદના લીધે મકાન જમીન દોસ્ત

બગસરાઃપંથકમાં છેલ્લા દ્યણા દિવસથી મેદ્યરાજા મન મુકીને હેત વરસાવી રહ્યાછે ત્યારે વરસાદના લીધે ખેડૂતો ના પાકને જીવતદાન મળતા ખુશી વ્યાપી રહી છે ત્યારે કોઈ કોઈ સ્થળે મિલકતોને નુકસાન થવાના સમાચારો પણ પ્રાપ્ત થવા લાગ્યા છે જેમાં બગસરા તાલુકાના હામાપુર ગામે કિશોરભાઇ મથુરભાઈ રૂપારેલીયા તેમજ ભીખુભાઇ મથુરભાઈ રૂપારેલીયાનું મકાન ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે જમીન દોસ્ત થઈ ગયું હતું જેની જાણ તલાટી મંત્રી જોશીભાઈ તેમજ હામાપૂર ગામના સરપંચ ને થતા તેમના દ્વારા રોજકામ કરી આપવામાં આવેલ હતું. જોકે કોઈ સભ્ય આ સમયે હાજર ન હોવાથી જાનહાનિ ટળતા હાશકારો અનુભવ્યો હતો.

(11:47 am IST)