Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ઓખામાં ગુંજ્યા ''કાશ્મીર હમારા હૈ''ના નારા

કોંગ્રેસના તાત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ એ ૭૦ વર્ષ પૂર્વે કરેલા નિર્ણયના કારણે કાશ્મીરમાં લગાવેલી કલમ ૩૭૦ અને ૩પ એ રદ કરી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ નીડતાપૂર્વક આ નિર્ણયને હિન્દુસ્તાનની તમામ પ્રજાએ હર્ષ ઉલ્લાસ સાથે સ્વીકારેલ છે. તથા ભારતીય જનતા પાર્ટીના એજન્ટામાં આપેલ વચન પુરૂ કરેલ તથા સમગ્ર દેશમાં કાશ્મીરને સંપૂર્ણ હિન્દુસ્તાનના ભાગ ગણી ઓખા શહેર ભાજપ દ્વારા મીઠા મો કરી અને ફટાકડા ફોડી ઉજવણી કરાઇ હતી. જેમાં ધારાસભ્ય પબુભા માણેક, ઓખા શહેર પ્રમુખ શ્રી મોહભાઇ બારાઇ, દ્વારકા તાલુકા મહામંત્રી રામભા જગતીયા, વેપારી પ્રવીણભાઇ ગોકાણી, રાજુભાઇ કોટક તેમજ સર્વે કાર્યકરો હાજર રહી રાષ્ટ્રધ્વજ સાથે રેલી કાઢીને કાશ્મીર હમારા હૈ, ભારત માતા કી જય, વંદે માતરમ અને શિવ શિવના નારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીતશાહને અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીર : અહેવાલ : ભરત બારાઇ : ઓખા)

(11:46 am IST)