Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જમ્મુ કાશ્મીરના ઐતિહાસિક નિર્ણંયને મોરબી ભાજપના વધામણાં ;ફટાકડા ફોડી કરી ઉજવણી

 મોરબીના ભાજપ કાયૅકરો દ્વારા ઐતિહાસિક નિર્ણય જમ્મુ કશ્મીર માંથી કલમ 35 / A , 370 રદ કરતા ઢોલ નગારાં સાથે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષો જુના પ્રશ્નને હલ કરી અને જમ્મુ કશ્મીર માં કલમ 35/A અને 370 રદ કરી અને એક દેશ માં એક કાનૂન નો કાયદો બનાવી અને કેન્દ્ર સરકારે જે ઐતિહાસિક નિર્ણય કર્યો તે માટે સ્વયંભૂ ખુશી વ્યક્ત કરવા માટે જયારે મોરબી ભાજપ ના કાયૅકરો દ્વારા ઢોલ નગારા સાથે મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડી અને ખુશી વ્યક્ત કરી અને આ નિર્ણય ને હાજર સહુ નગરજનો દ્વારા આવકારવામાં આવેલ હતો

(9:21 pm IST)