Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ક્રિકેટ સટ્ટાના ગુન્હામાં આઠ વર્ષથી વોન્ટેડ આરોપીને આર.આર.સેલ ભાવનગર રેન્જએ ઝડપી લીધો

ભાવનગર : છેલ્લા આઠ વરસથી ક્રિકેટ સટ્ટાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને આર.આર.સેલ ભાવનગર રેન્જ દ્વારા ઝડપી લેવાયો છે

ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે  આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમાર ના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસોને મળેલ બાતમીના  આધારે બોરતળાવ પો.સ્ટે. સેકન્ડ ગુ..નં-૦૧/૨૦૧૧ જુ.ધા. કલમ ,, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નરેશભાઇ સોહનલાલ ગૌર ઉર્ફે શ્રીરામ પેઢીના સંચાલક જાતે બ્રાહમણ (..:-૩૨) ( ધંધો-વેપાર )(રહેવાસી- ૨૪, સ્વામીનારાયણ નગર મોઢેરા રોડ, મહેસાણા)ને  ભાવનગર ખાતેથી ઝડપી પાડી  આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

  કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી,.પરમાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી .એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા બાબાભાઇ આહીર તથા પોલીસ કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા તથા સોહીલભાઇ ચોકીયા વિગેરે જોડાયા હતા.

 

(12:19 am IST)