Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ગાંધીધામમાં એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બેનાં મોત:એક ગંભીર

મુંદરાથી મહેસાણા જતી બસ સાથે રોંગસાઇડમાં આવતી ટ્રિપલ સવારી બાઈક અથડાઈ

 

કચ્છનાં ગાંધીધામમાં એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવાનોના મોત નીપજ્યાં છે જયારે ત્રીજો યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવારમાં છે

અંગે મળતી વિગત મુજબ મુંદરાથી મહેસાણા જતી બેચરાજી ડેપોની એસટી બસ સાથે રોંગસાઈડમાં સામેથી બાઈક પર ટ્રીપલ સવારી આવતાં યુવકો ટકરાયાં હતા. જેમાં ગાંધીધામની નવી સુંદરપુરીમાં રહેતા હરેશ કરમશી મહેશ્વરી અને દિનેશ લાખા જોગીનું મોત નીપજ્યું છે. ઘાયલ થયેલા ત્રીજા યુવકનું નામ ફિરોજ છે. અને તે ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

અકસ્માત સ્થળ પર એકત્ર થયેલાં ટોળાએ રોષે ભરાઈને બસ પર પથ્થરમારો કરતાં બસના કાચ તૂટી ગયા હતા. ઘટના બાદ એસટી ચાલક નાસી છૂટ્યો હતો જેને બી ડિવિઝન પોલીસે પકડી પાડી તપાસ હાથ ધરી છે.

(1:18 am IST)