Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

કાશ્મીરમાં 370ને હટાવવાના નિર્ણંયને ભાવનગરના સાધુએ તોપ ફોડીને સલામી આપીને વધામણાં કર્યા

તપસી બાપુની વાડીએ નાની ટોપ ફોડીને નિર્ણયને સલામી આપી

ભાવનગર ;કેન્દ્ર સરકારે કાશ્મીરની 370 ખતમ કરતા ઠેર ઠેર વધામણાં થઇ રહ્યાં છે દેશને પ્રથમ રજવાડું સોપનાર ભાવનગર હતું અને કેદ્રએ દેશની પ્રજાને આપેલા કાશ્મીરના વચનને પૂર્ણ કરતા ભાવનગરના સાધુએ તોપ ફોડીને નિર્ણયને આવકારી સલામી આપી હતી
  ભાવનગરના સાધુ દ્વારા અલગ રીતે સ્વીકારવામાં આવ્યો હતો. તપસી બાપુની વાડીએ નાની ટોપ ફોડીને નિર્ણયને સલામી આપીને રાજાશાહી રીતે સ્વીકારવામાં આવ્યો હતો. 370ની કલમને ભાવનગરના સાધુએ ટોપ ફોડીને એટલા માટે આવકાર્યો હતો.કારણ કે દેશને પ્રથમ સ્ટેટ સોપવામાં ભાવનગર રજવાડું હતું તેથી ટોપ ફોડીને કાશ્મીર મુદાને સ્વીકાર્યો હતો ટોપ ફોડ્યા બાદ પણ ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને સાધુ રામચંદ્ર દાસજીએ લોકોનું મો મીઠું કરાવીને ઉજવણી કરી હતી દેશમાં અલગ રીતે ઉજવણી કરીને ભાવનગરના સાધુએ આ નિર્ણયને આવકારતા લોકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
દેશની અખંડીતતા માટે પ્રથમ રજવાડું સોપનાર ભાવનગરના તપસી બાપુની વાડીના મહંતએ તેમની પાસે રહેલી તોપ ફોડીને સલામી આપી હતી અને વર્ષો પહેલા કરવાના નિર્ણયને આજે દેશની મોદી સરકારે નિર્ણય કરતા સાધુ સંતોએ પણ આવકાર્યો છે પણ ભાવનગરના સાધુએ તો રજવાડી સાખમાં નિર્ણયને આવકારી સલામી આપી હતી

 

(11:45 pm IST)