Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

વાંકાનેરની સગીરા પર દુષ્કર્મના ત્રણેય આરોપી પોલીસના સકંજામાં

દુષકર્મની ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર છ શખ્શોની ધરપકડ

વાંકાનેર સગીરા પર દુષ્કર્મના ત્રણેય નરાધમોની પોલીસે ધરપકડ કરી છે દુષ્કર્મની ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક રાઉન્ડ-અપ કરી સઘન પૂછ પરછ કરતા આરોપીઓએ ગુનાની કબૂલાત કરી છે .

વાંકાનેર પંથકની રહેવાસી સગીરા સાથે આરોપી વિપુલ ઉર્ફે લાલો ચકાભાઇ વાટુકીયા રહે વાંકાનેર નવાપરા વાળાએ લલચાવી ફોસલાવી બે વખત જાતીય પ્રવેશ હુમલો કરી તેમજ આરોપી હાર્દિક પ્રફુલ ધનેસરા રહે,વાંકાનેર ઉપલાપરા વાળો વિપુલનો મિત્ર થયો હોય જેને સગીરાને લાલ સાથે આડો સંબંધ છે તેની વાત બધાને કરી દેવાની ધમકી આપી કામે રખાવી દેવાનું કહીને આરોપી તુષાર રમેશ ધોરીયા રહે વાંકાનેર રાજાવડલા રોડ વાળા સાથે મળીને ચોટીલા લઇ ગયા હતા જ્યાં સગીરાનો ટીકટોક વિડીયો ઉતારી બાદમાં વોટ્સએપથી આરોપી વિપુલને મોકલી આરોપી હાર્દિકે ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ ભોગ બનનાર સગીરાની માતાએ પોલીસમાં નોંધાવી હતી જે બનાવને પગલે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડની ટીમના પીએસઆઈ એ બી જાડેજા, પી સી મોલીયા, એ આર પટેલ, અરવિંદભાઈ ઓળકીયા, સંજયસિંહ જાડેજા અને મહેન્દ્રભાઈ વડગામા સહિતની ટીમે આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

દુષ્કર્મના બનાવ અંગે ફરિયાદ કરવા ગયેલ સામાજિક કાર્યકરને છ શખ્શોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે આરોપી ચકાભાઇ વાટુકીયા, પ્રવીણ વાટુકીયા, ગોવિંદ સોલંકી, શામુબેન ડાભી, ભીખાલાલ મકવાણા અને વિપુલ ઉર્ફે લાલાની માસીજી સાસુ રહે બધા વાંકાનેર જીનપરા વાળાની પણ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(9:21 pm IST)