Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

લાંબા ગામે પવનચકકી પર વીજળી પડતા પાંખીયુ તૂટી ગયું

ખંભાળીયા તા.૬ : ગઇકાલે દ્વારકા જિલ્લામાં પડેલા વ્‍યાપક વરસાદમાં કલ્‍યાણપુર તા.ના લાંબા ગામે એક પવનચકકી પર વીજળી પડતા તેનું પાંખીયું તૂટી નીચે પડતા અકસ્‍માત થયો હતો જોકે કોઇ જાનહાની થઇ નથી પણ ખાનગી કંપનીને લાખોનું નુકશાન થયું છે તથા પવનચકકી પણ બંધ કરાઇ છે.

ભારે ગાજવીજ સાથેના વરસાદથી લાંબાની મે. વિશાળ એન્‍જી એન્‍ડ સ્‍ટીલની ત્રણ નંબરની પવનચકકી પર વીજળી પડતા એક પાંખીયું નીચે પડી ગયું હતું તથા કોઇ જાનહાની કે કોઇને ઇજા થઇ નહતી.

(1:31 pm IST)